1 અને આખી પૃથ્વીમાં એકજ ભાષા તથા એકજ બોલી હતી.
2 અને એમ થયું કે, તેઓ પૂર્વ તરફ રખડતા શિનઆર દેશનાં એક મેદાનમાં આવી પહુંચ્યા, ને ત્યાં રહ્યા.
3 અને તેઓએ એક બીજાને કહ્યું કે, ચાલો, આપણે ઇંટો પાડીએ, ને તે સારી પેઠે પકવીએ. અને પત્થરને ઠેકાણે તેઓની પાસે ઇંટો હતી, ને છોને ઠેકાણે ડામર હતા.
4 અને તેઓએ કહ્યું કે, ચાલો, આપણે પોતાની સારૂએક શહેર બાંધીએ તથા જેની ટોચ આકાશ સુધી પહોંચે, એવો બુરૂજ બાંધીએ, એક આપણે પોતાનું સારું નામ કરીએ, કે આખી પૃથ્વી પર આપણે વેરાઈ ન જઈએ.
5 અને જે નગર તથા બુરૂજ માણસોના દીકરાઓ બાંધતા હતા તે જોવાને યહોવાહ ઉતર્યો.
6 અને યહોવાહે કહ્યું કે, જુઓ, આ લોકો એક છે, ને તે સર્વની ભાષા એક છે, ને તેઓએ આવું કરવા માંડ્યું છે, તો હવે જે કઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહિ થાય.
7 ચાલો, આપણે ત્યાં ઉતારીએ, ને તેઓની ભાષા ઉલટાવીએ, કે તેઓ એક બીજાની બોલી નાં સમજે.
8 એમ યહોવાહે તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વેરી નાખ્યા, ને તેઓએ નગર બાંધવાનું મૂકી દીધું.
9 એ સારું તેનું નામ બાબેલ [એટલે ગુંચવણ] પાડ્યું, કેમકે યહોવાહે ત્યાં આખી પૃથ્વીની ભાષામાં ગુંચવણ કરી નાખી; ને યહોવાહે તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વેરી નાખ્યા.
10 શેમની વંશાવળી આ પ્રમાણે છે; શેમ એકસો વર્ષનો હતો, ને જલ્પ્રલાયને બે વર્ષ થયાં પછી તેની આર્પાકશાદ થયો;
11 ને આર્પાકશાદનો જન્મ થયાં પછી શેમ પાંચસે વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
12 અને આર્પાકશાદ પાંત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને શેલાહ થયો;
13 ને શેલાહનો જન્મ થયાં પછી આર્પાકશાદ ચારસે ત્રણ વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
14 અને શેલાહ ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને હેબેર થયો;
15 ને હેબેરનો જન્મ થયાં પછી શેલાહ ચારસે ત્રણ વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
16 અને હેબેર ચોત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને પેલેગ થયો;
17 ને પેલેગનો જન્મ થયાં પછી હેબેર ચરસે ત્રીસ વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
18 અને પેલેગ ત્રીસ વર્ષનો થયો, ને તેને રેઉ થયો,
19 ને રેઉનો જન્મ થયાં પછી પેલેગ બસેં નવ વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
20 અને રેઉ બત્રીસ વર્ષનો થયો, ને તેને સરૂગ થયો,
21 ને સરૂગનો જન્મ થયાં પછી રેઉ બસેં સાત વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
22 અને સરૂગ ત્રીસ વર્ષનો થયો, ને તેને નાહોર થયો;
23 ને નાહોરનો જન્મ થયાં પછી સરૂગ બસેં વર્ષ જીવ્વ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
24 અને નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો, ને તેને તેરાહ થયો,
25 ને તેરાગનો જન્મ થયાં પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો, ને તેને દીકરા દીકરીઓ થયાં.
26 અને તેરાહ સિત્તેર વર્ષનો થયો, ને તેને ઇબ્રામ તથા નાહોર તથા હારન થયા.
27 હવે તેરાહની વંશાવળી આ પ્રમાણે છે; તેરહને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયાં; ને હારાનથી લોટ થયો.
28 અને હારાન પોતાના બાપ તેરાહની અગાઉ પોતાના જન્મદેશમાં કસદીઓના ઉર [નગર] માં મારી ગયો.
29 અને ઇબ્રામે તથા નાહોરે બાયડીઓ કીધી, ઇબ્રામની બાયડીનું નામ સારાય, ને નાહોરની બાયડીનું નામ મીલ્કાહ, જે હારાનની દીકરી હતી; તે હારાન તો મીલ્કાહ તથા ચિસ્કાહનો બાપ હતો.
30 પણ સારાય વાંઝણી હતી, તેને કઈ છોકરું ના હતું.
31 અને તેરાહ પોતાના દીકરા ઇબ્રામને તથા પોતાના દીકરાનો દીકરો લોટ, જે જે હારાનનો દીકરો તેને, તથા પોતાના દીકરા ઇબ્રામની બાયડી સારાયને લઈને તેઓ સુદ્ધાં કાસદીઓનાં ઉરમાંથી, કાનાન દેશમાં જવાને નીકળ્યો; ને તેઓ હારાનમાં પહોંચીને ત્યાં રહ્યાં.
32 અને તેરાહના દહાડા બસેં પાંચ વર્ષ થયાં, ને તેરાહ હારાનમાં મારી ગયો.