1 અને નુહના દીકરા, શેમ,હામ ને યાફેથ એઓની વંશાવળી આ છે; ને જળપ્રલય પછી તેઓને દીકરા થયાં.

2 યાફેથના દીકરા; ગોમેર તથા માગોગ તથા માદાય તથા યાવાન તથા તુબાલ તથા મેશેખ તથા તીરાસ.

3 અને ગોમેરના દીકરા; આસ્ક્નાજ તથા રીફાથ તથા તોગાર્માહ.

4 અને યાવાનના દીકરા; એલીશાહ તથા તારશીર્શ, કિતીમ તથા દોદાનીમ.

5 એઓથી વિદેશીઓના ટાપુ, તેઓનાં દેશોમાં સૌ સૌની ભાષા પ્રમાણે, તેઓનાં કુટંબો પ્રમાણે, તેઓનાં લોકો પ્રમાણે વેહેંચાયા હતા.

6 અને હામના દીકરા; કૂશ તથા મિસરાઈમ તથા પૂટ તથા કાનાન.

7 અને કૂશના દીકરા; સબા તથા હવીલાહ તથા સબ્તાહ તથા રાઅમાહ તથા સબ્તેકા; ને રાઅમાહના દીકરા; શબા તથા દદાન.

8 અને કૂશથી નીમ્રોદ થયો; તે પૃથ્વી પર બળવાન થવા લાગ્યો.

9 તે યહોવાહનો આગળ બળવાન શિકારી થયો; એ માટે કેહવાય છે કે, યહોવાહની આગળ નીમ્રોદ સરખો બળવાન શિકારી.

10 અને તેના રાજ્યનો આરંબ શિનઆર દેશનાં બાબેલ તથા એરેખ તથા આક્કાદ તથા કાલ્નેહ એઓ હતા.

11 એ દેશમાંથી તે અશુરમાં ગયો, ને નિનવેહ તથા રેહોબોથ-ઇર તથા કાલાહ,

12 ને નિનવેહ તથા કાલાહની વચમાં રેસેન (આ તો મોટું નગર હતું) તે સર્વ તેણે બાંધ્યા.

13 અને લૂદીમ તથા અનામીમ તથા લ્હાબીમ તથા નાફતુહીમ,

14 તથા પાથરૂસીમ તથા કાસ્લુહીમ (જ્યાંથી પલિસ્તીઓ નીકળી ગયા) તથા કાફતોરીમ એ સઘળાઓ મિસરાઈમથી થયાં.

15 અને કાનાનને પહેલો દીકરો સીદોન થયો, ને પછી હેથ;

16 વળી યબૂસી તથા અમોરી તથા ગિરગાશી,

17 તથા હિવ્વી તથા આરકી તથા સીની,

18 તથા આરવાદી તથા સમારી તથા હમાથી; અને ત્યાર પછી કનાનીઓનાં કુટુંબોનો વિસ્તાર ફેલાયો.

19 અને કાનાનીઓની સીમ સીદોનથી ગેરાર જતા ગાઝાહ લગી, ને સદોમ તથા ગમોરાહ તથા આદમાહ તથા સબોઈમ જતા લાશ લગી હતી.

20 આ પ્રમાણે હામના દિકા પોતાના કુટુંબો પ્રમાણે, તથા પોતાની ભાષા પ્રમાણે, પોતાના દેશોમાં તથા પોતાના લોકોમાં છે.

21 અને શેમ જે હેબેરના’ સઘળા પુત્રોના પૂર્વજ, અને યાફેથનો વડો ભાઈ હતો, તેને પણ સંતાન થયાં.

22 શેમના દીકરા; એલામ તથા આશૂર તથા આર્પાકશાદ તથા લૂદ તથા આરામ હતા.

23 અને આરામના દીકરા; ઊસ તથા હૂલ તથા ગેથેર તથા માશ હતા.

24 અને આર્પાકશાદથી શેલાહ થયો, ને શેલાહથી હેબેર થયો.

25 અને હેબેરને બે દીકરા થયાં, એકનું નાં પેલેગ [એટલે વિભાગ] કેમકે તેના દહાડાઓમાં પૃથ્વીના વિભાગ થયાં.; ને તેના ભાઈનું નામ યોકટાન હતું.

26 અને યોકટાનથી આલ્મોદાદ તથા શેલેફ તથા હસાર્માંવેથ તથા યેરાહ,

27 તથા હદોરામ તથા ઉઝાલ તથા દિકલાહ,

28 તથા ઓબાલ તથા અબીમાએલ તથા શબા,

29 તથા ઓફીર તથા હવીલાહ તથા યોબાબ, એઓ થયાં; એ સર્વ યોકટાનના દીકરા હતા.

30 અને મેશાપી જતાં સફાર જે પૂર્વનો પહાડ છે, ત્યાં સુધી તેઓનું રહેઠાણ હતું.

31 આ પ્રમાણે શેમના દીકરા પોતાના કુટુંબો પ્રમાણે, તથા પોતાની ભાષા પ્રમાણે, પોતાના દેશોમાં તથા પોતાના લોકો પ્રમાણે છે.

32 પોતાની પેઢી પ્રમાણે, પોતાના લોકોમાં એ નુહના દીકરાઓનાં કુટુંબો છે.ને તેઓથી જળપ્રલય પછી, પૃથ્વી પરની લોકોના વિભાગો થયાં.