1 એફેસેસમાં જે પવિત્રો તથા ખ્રીસ્ત ઇસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને, પાઉલ, દેવની ઈચ્છાથી ઇસુ ખ્રીસ્તનો પ્રેરિત [લખે છે].
2 દેવ આપણા બાપ તથા પ્રભુ ઇસુ ખ્રીસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.
3 આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તનો દેવ તથા બાપ સ્તુતિવાન થાઓ; તેણે આકાશથી જગ્યાઓમાં પ્રત્યેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રીસ્તમાં આશીર્વાદિત કીધા છે;
4 જેમ તેણે જગતની મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે, એ સારૂ કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ તેમ.
5 તેણે પોતાની ઈચ્છાની પ્રસન્નતા પ્રમાણે, પોતાને સારૂ, આપણને ઇસુ ખ્રીસ્તમાં દત્તપુત્રપણું પામવાને અગાઉ ઠરાવ્યા,
6 કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય; ને કૃપા તેણે વહાલામાં આપણને મફત આપી.
7 એમાં, એના લોહીની આસરે, તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી છે.
8 એ કૃપા તેણે સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં અમારા પર બહુ વધારી છે.
9 તેણે, પોતામાં અગાઉ ઠરાવેલી પોતાની પ્રસન્નતા પ્રમાણે, પોતાની ઈચ્છાનો મર્મ અમને જણાવ્યો,
10 કે સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં, આકાશમાંના તથા પૃથ્વી પરના સઘળાને ખ્રીસ્તમાં તે એકઠાં કરે, હા ખ્રીસ્તમાં;
11 જેનામાં આપણે તેનો વરસો કરાયા; જે પોતાની ઈચ્છાના ઈરાદા પ્રમાણે સર્વ કરે છે, તેના ઠરાવ પ્રમાણે, આપણે અગાઉ ઠરાવેલા હતા;
12 એ સારૂ કે ખ્રીસ્ત પાર પ્રથમ આશા રાખનારા અમે તેના મહિમાની સ્તુતિને સારૂ થઈએ.
13 તમે પણ, સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, ને તેના પર વિશ્વાસ લાવીને, તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રિત થયા;
14 એ આત્મા ખરીદાએલાઓના ઉદ્ધાર સંબંધી પ્રભુના મહિમાને અર્થે આપણા વારસાનું બ્યાનું છે.
15 એ માટે હું પણ, પ્રભુ ઇસુ પર તમારા વિશ્વાસ તથા સઘળા પવિત્રો પર તમારા પ્રેમ વિષે સાંભળીને,
16 તમારે વાસ્તે ઉપકાર માનવાનું ચૂકતો નથી; મારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને માંગુ છું કે,
17 આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તનો દેવ, મહિમાનો બાપ, પોતાન વિષેના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે;
18 ને તમારા મનની આંખો એ સારૂ પ્રકાશિત થાય, કે તેના નહોતરાની આશા શી છે, ને પવિત્રોમાં તેના વારસાના મહિમાની સંપત્તિ શી છે,
19 અને તેની બળવાન શક્તિના પરાક્રમ પ્રમાણે હમ વિશ્વાસ કરનારાઓમાં તેની શક્તિનું મોટાપણું શું છે, તે તમે જાણો.
20 તેણે તે પરાક્રમ ખ્રીસ્તમાં કરીને તેને મુએલાંઓમાંથી ઉઠાડ્યો,
21 અને સઘળી સત્તા તથા અધિકાર તથા પરાક્રમ તથા ઘણીપણું તથા પ્રત્યેક નામ જે કેવળ આ કાળમાં નહિ, પણ ભવિષ્ય કાળમાં કહેલું તેમના ઉપર, પોતાની જમણીગમ આકાશી જગ્યાઓમાં તેણે બેસાડ્યો.
22 અને સઘળાં તેના પગો તળે નાખ્યાં, ને તેને સર્વ પર મંડળીનું શીર કરીને ઠેરવ્યો;
23 મંડળી તો તેનું શરીર છે, એટલે જે સઘળાએ સઘળાંને ભરે છે તેનું ભરપુરપણું.