1 પછી દેર્બે તથા લુસ્રામાં તે આવ્યો, અને જુઓ, તિમોથી નામે એક શિષ્ય ત્યાં હતો; તે એક વિશ્વાસી યહુદેણનો દીકરો હતો, પણ તેનો બાપ હેલેની હતો.

2 લુસ્રા તથા ઇકોનીમાંના ભાઈઓમાં તેની સાખ રૂડી હતી.

3 તેને પાઉલ પોતાની સાથે લઇ જવા ચહાતો હતો, ને તેને લઈને તે પ્રાંતોમાંના યહુદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી; કેમકે સર્વ જાણતા હતા કે તેનો બાપ હેલેની હતો.

4 અને જે જે શહેરમાં થઈને તેઓ ગયા ત્યાંના લોકોને તેઓએ યરુશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કીધેલા ઠરાવો પાળવા સારૂ સોંપ્યા.

5 અને એ રીતે મંડળીઓ વિશ્વાસમાં બળવાન થઇ, ને રોજ રોજ સંખ્યામાં વધતી ગઈ.

6 અને આસિયામાં વાત પ્રગટ કરવાની તેઓને પવિત્ર આત્માએ માંના કર્યાથી to ફૂગિયા તથા ગલાતી પ્રદેશમાં ફર્યા.

7 અને મુસિયાના સીમાડા સુધી આવીને તેઓએ બિથુનીઆમાં જવાનું કીધું; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધા નહિ;

8 માટે તેઓ મુસિયાને પડતું મુકીને ત્રોઆસ આવ્યા.

9 અને રાત્રે પાઉલને એવું દર્શન થયું કે માકેદોનિયાના એક જણે ઉભા રહીને તેને વિનવીને કહ્યું કે માકેદોનિયામાં આવીને અમને સહાય કર.

10 અને તેને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારું દેવે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરાર માકેદોનિયામાં જવાની તજવીજ કીધી.

11 એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી પાધરા સામોથ્રાકી આવ્યા, ને બીજે દિવસે નીઆપોલીસ પહોંચ્યા;

12 અને ત્યાંથી ફીલીપીમાં ગયા, જે માકેડોનીયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, ને [રૂમીઓએ] વસાવેલું છે; ને તે શહેરમાં અમે કેટલાએક દિવસ રહ્યા.

13 અને વિશ્રામવારે અમે શહેરની બહાર નદીને કાંઠે જ્યાં અમારા ધરવા પ્રમાણે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ ત્યાં ગયા; ને બેસીને જે બાયડીઓ એકઠી થઇ હતી તેઓને વાત કરી.

14 અને થુઆતીરા શહેરની, જાંબુઆ [વસ્ત્ર] વેચનારી લુદિયા નામની એક બાયડી હતી જે દેવને ભાજનારી હતી, તેણીએ અમારૂં સાંભળ્યું, ને તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણીએ પાઉલની કહેલી વાતો ધ્યાનમાં લીધી.

15 અને તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસમાં થયા પછી તેણીએ કલાવાલા કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હતો તો મારા ઘરમાં આવીને રહો; ને તેણીએ અમને ઘણો આગ્રહ કીધો.

16 અને અમે પ્રાર્થનાસ્થાને જતાં હતા, ત્યારે એમ થયું કે, એક જુવાન બાયડી અમને મળી, કે જેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, અને તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ગણો લાભ મેળવી આપતી હતી.

17 તેણીએ પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડતી કહ્યું કે, આ માણસો પરાત્પર દેવના સેવકો છે, જેઓ તમને તારણો માર્ગ પ્રગટ કરે છે.

18 અને તેણીએ ઘણા દિવસ એમ કીધું ત્યારે પાઉલે બહુ વ્યાકુળ થઈને પાછા ફરીને તે આત્માને કહ્યું કે, ઇસુ ખ્રીસ્તના નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળ; ને તેજ ઘડીએ તે નીકળ્યો.

19 પણ તેના માલિકોએ પોતાના લાભની આશા લોપ થઇ છે, એ જોઇને પાઉલ તથા સીલાસને પકડ્યા, ને ચહુટામાં અધિકારીઓની પાસે ઘસડી આણ્યા.

20 અને તેઓને અમલદારોની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહુદી છતાં આપણા શહેરમાં બહુ ઘાંઘળ મચાવે છે.

21 અને આપણ રૂમીઓને જે રીતો માનવી અથવા પાળવી ઉચિત નથી, ને તેઓ શિખવે છે.

22 ત્યારે લોકો એકત્ર તેમની સામે ઉઠ્યા, ને અમલદારોએ તેઓનાં લૂગડાં ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી.

23 અને તેઓએ ઘણા ફટકા મારીને તેઓને બંદીખાનામાં નાખ્યા, ને બંદીખાનાના દરોગાને તેઓને ચોકસાઈથી રાખવાની આજ્ઞા કીધી.

24 અને તેને એવી આજ્ઞા મળવાથી તેને તેઓને માંહેના બંદીખાનામાં ઘાલ્યા, ને તેઓના પગ હેડમાં ઠોક્યા.

25 પણ મધરાતે સુમારે પાઉલ તથા સીલાસ પ્રાર્થના કરતા તથા દેવનાં સ્તોત્ર ગાતા હતા, અને બંદીવાનો તેઓનો સાંભળતા હતા;

26 ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપારો થયો કે, બંદીખાનાના પાયા હાલ્યા; ને સંઘાં બારણા તરત ઉઘડી ગયાં; ને સર્વના બંધનો છુટી ગયાં.

27 અને બંદીખાનાનો દરોગો ઉંઘમાંથી જાગી ઉઠ્યો, ન બંદીખાનાના બારણાં ઉઘાડાં જોઇને બંદીવાનો નાસી ગયા હશે, એમ ધારીને તે તરવાર તાણીને આપઘાત કરવા જતો હતો.

28 પણ પાઉલે મોટો ઘાટો પાડીને કહ્યું કે, અમે સહુ અહિંછીએ, માટે તું પોતાને કંઈ ઈજા કરો ણા.

29 ત્યાતે તે દીવો મંગાવીને માંહે કુદી આવ્યો, ને ધ્રુજતો ધુજતો પાઉલ તથા સીલાસની આગળ પડ્યો.

30 અને તેઓને બહાર લાવીને તેને કહ્યું કે, ઓ સાહેબો, તારણ પામવા સારૂ મારે શું કરવું જોઈએ?

31 ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઇસુ પર વિશ્વાસ કર, એટલે તું તારા ઘરના સુદ્ધાં તારણ પામશે.

32 ત્યારે તેઓએ તેને તથા જે તેનાં ઘરમાં હતા તે સઘળાને પ્રભુની વાત કહી સંભળાવી.

33 પછી રાતની તેજ ઘડીએ તેને તેઓને લઈને તેઓના સોળ ધોયા, ને તરત ત તથા તેનાં સઘળાં માણસો બાપ્તિસમાં પામ્યા.

34 અને તેણે તેઓને પોતાને ઘેર લાવીને તેઓની આગળ ભાણું પીરસ્યું, ને પોતાન ઘરનાં સહુ સુદ્ધાં દેવ પર વિશ્વાસ કરીને ઘણો આંનદ કીધો.

35 પછી દિવસ ઉગતાં અમલદારોએ ચોબદારોને મોકલીને કહેવાડ્યું કે , તે માણસોને છોડી દે.

36 પછી બંદીખાનાના દરોગાએ પાઉલને એ વાતની ખબર આપી કે, અમલદારોએ તમને છોડી દેવાનું કહાવી મોકલ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.

37 પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુન્હેગાર ઠરાવ્યા વગર તેઓએ અમ રૂમીઓને પ્રગટ રીતે માર મારીને બંદીખાનામાં નાખ્યા છે, ને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મુકે છે? ણા, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.

38 ત્યારે ચોબદારોએ અમલદારોને એ વાતની ખબર આપી. અને તેઓ રૂમી છે, એ સાંભળીને તેઓ બીધા.

39 પછી તેઓએ આવીને તેઓના કલાવાલા કર્યા ને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કીધી.

40 અને તેઓ બંદીખાનામાંથી નીકળીને લુદીઆને ત્યાં આવ્યા, એ ભાઈઓને મળીને તેઓને દિલાસો દીધો, ને પછી ત્યાંથી વિદાય થયા.