1 હવે સહુથી પહેલાં હું એવો બોધ કરું છું કે, વિનંતીઓ, પ્રાર્થનાઓ, અરજીઓ તથા ઉપકારસ્તુતિઓ, સઘળાં સારૂ કરાય.
2 રાજાઓને સારૂ તથા જેઓ અધિકારમાં છે તેઓ સર્વને સારૂ, એ માટે કે આપણે પુરી સુભક્તિમાં તથા ગંભીરપણામાં, શાંત તથા સ્વસ્થ રીતે જીવનના દહાડા કાઢીએ.
3 કેમકે દેવ આપણા તારનારની આગળ એ સારૂં તથા લાયક છે.
4 તે ઈચ્છે છે કે સઘળાં માણસ તારણ પામે, ને સત્યના પુરા જ્ઞાનમાં આવે.
5 કેમકે એક દેવ છે ને દેવનો તથા માણસોનો એક મધ્યસ્થ પણ છે, એટલે ખ્રીસ્ત ઇસુ પોતે માણસ,
6 જેણે સઘળાંને સારૂ પોતાને ખંડણીરૂપે આપ્યો, જેની શાહેદી યોગ્ય પ્રસંગે [આપવામાં આવશે].
7 એને સારૂ હું હલકારો તથા પ્રેરિત (હું સાચું બોલું છું, જુઠું બોલતો નથી), ને વિશ્વાસમાં તથા સત્યમાં વિદેશીઓને શિખવનાર ઠરાવાયો છું.
8 એ માટે મારી ઈચ્છા છે કે, પુરુષો સર્વ જગ્યામાં રીસ તથા વિવાદ વિના શુદ્ધ હાથો ઉઠાવીને પ્રાર્થના કરે.
9 તે પ્રમાણે સ્ત્રીઓ પણ શોભતાં વસ્ત્રથી લાજ તથા સુબુદ્ધિ સહિત પોતાને સણગારે, ગુંથેલા બાલથી તથા સોનું કે મોતી, કે મૂલ્યવાન વસ્ત્રથી નહિ,
10 પણ દેવની ભક્તિ કબૂલ કરનારી સ્ત્રીને જે શોભે છે તેથી, એટલે સારાં કામથી [પોતાને સણગારે].
11 સ્ત્રીને પુરા આધીનપણાથી છાની રહીને શિખવું.
12 પણ ઉપદેશ કરવાની, કે પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણીએ છાનાપણામાં રહેવું.
13 કેમકે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા.
14 અને આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રી છેતરાઈને ઉલ્લંઘનમાં પડી.
15 તોપણ જો તે સુબુદ્ધિ સહિત વિશ્વાસ તથા પ્રેમ તથા પવિત્રાઈમાં રહે, તો તે જણવાથી તરશે.