2 તો હવે, જુઓ, તે રાજા તમારી આગળ ચાલે છે, ને હું વૃદ્ધ થયો છું, તથા માથામાં પળિયાં આવ્યાં છે; ને જુઓ, મારા દીકરા તમારી પાસે છે; ને હું મારા યુવાવસ્થાથી આજ સુધી તમારી આગળ ચાલ્યો છું.
3 હું આ રહ્યો; જો મેં કોઈનો બળદ લીધો હોય, કે કોઈનું ગધેડું લીધું હોય, કે કોઈને મેં ઠગ્યો હોય, કે કોઇ પર મેં જુલમ કીધો હોય, કે મારી આંખે પાટો બાંધવા સારૂ કોઈના હાથથી મેં લાંચ લીધી હોય, તો યહોવાહ આગળ તથા તેના અભિષિક્ત આગળ મારી વિરુદ્ધ સાક્ષી આપો, ને તે હું તમને પાછું આપીશ.
4 અને તેઓએ કહ્યું, તેં અમને ઠગ્યા નથી, કે અમારા પર જુલમ કીધો નથી, કે કોઇ માણસના હાથનું કંઈ લીધું નથી.
5 ને તેણે તેઓને કહ્યું કે, આજ યહોવાહ તમારી સામે સાક્ષી છે, ને તેનો અભિષિક્ત સાક્ષી છે, કે મારા હાથમાંથી તમને કઈ જડ્યું નથી. ત્યારે તેઓએ કહ્યું, તે સાક્ષી છે
6 અને શમૂએલે લોકોને કહ્યું કે, મુસા તથા હારૂનને ઠરાવનાર, તથા તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવનાર તે તો યહોવાહ છે.
7 તો હવે તમે છાનામાના ઉભા રહો, કે યહોવાહે જે સર્વ યથાર્થ કામો તમારી પ્રત્યે, ને તમારા પિતૃઓ પ્રત્યે કીધાં, તે વિષે યહોવાહ આગળ હું તમને બોધ કરૂં.
8 યાકુબ મિસરમાં ગયો ત્યાર પછી, જયારે તામારા પિતૃઓએ યહોવાહની આગળ પોકાર કીધો, ત્યારે યહોવાહે મુસા તથા હારૂનને મોકલ્યા, ને તેઓ તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવ્યા, ને આ જગ્યાએ વસાવ્યા.
9 પણ તેઓ પોતાના દેવ યહોવાહને વિસરી ગયા, ત્યારે તેણે હાસોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, ને પલિસ્તીઓના હાથમાં, ને મોઆબ રાજાના હાથમાં તેઓને વેચ્યા, ને એઓએ તેઓની સામે લડ્યા.
10 અને તેઓએ યહોવાહ આગળ બૂમ પાડીને કહ્યું કે, અમે પાપ કીધું છે, કેમકે અમે યહોવાહને તજી દીધો છે, ને બઆલીમ તથા અશ્તારોથની સેવા કીધી છે; પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવ, ને અમે તારી સેવા કરીશું.
11 અને યહોવાહે યારૂબ્બઆલ, ને બદાન, ને યિફતાહ, ને શમૂએલ્ને મોકલીને ચારોગમના તમારા શત્રુઓના હાથમાંથી તમને છોડાવ્યા; ને તમે સલામતીમાં વસ્યા.
12 અને આમ્મોનપુત્રોનો રાજા તમારી વિરુદ્ધ આવ્યો એવું તમે જોયું, ત્યારે યહોવાહ તમારો દેવ તથા તમારો રાજા હતો તે છતાં તમે મને કહ્યું કે, એમ નહી, પણ અમારા પર એક રાજા અધિકાર ચલાવે.
13 તો હવે જે રાજાને તમે પસંદ કીધો છે તથા જેણે તમે માંગી લીધો છે તેને તમે જુઓ; ને જુઓ, યહોવાહે તમારા પર રાજા ઠરાવ્યો છે.
14 જો તમે યહોવાહનો ભય રાખશો ને તેની સેવા કરશો, ને તેની વાણી સાંભળશો, ને યહોવાહની આજ્ઞાઓની વિરુદ્ધ ફિતૂર નહિ કરશો, અને તમે તથા જે રાજા તમારા ઉપર રાજ્ય કરતો હોય તે પણ, તમારા દેવ યહોવાહની પછવાડે ચાલતો રહેશો તો સારૂં.
15 પણ જો તમે યહોવાહની વાણી નહિ સાંભળશો, પણ યહોવાહની આજ્ઞાઓની વિરુદ્ધ ફિતૂર કરશો, તો યહોવાહનો હાથ જેમ તમારી પિતૃઓની વિરુદ્ધ હતો તેમ તમારી વિરુદ્ધ થશે.
16 તો હવે ઉભા રહો, ને જે મહાભારત કૃત્યો તામારી દૃષ્ટી આગળ યહોવાહ કરશે તે તમે જુઓ.
17 આજ ઘઉંની કાપણી નથી શું? હું યહોવાહની આગળ વિનંતી કરીશ કે તે ગર્જના તથા વરસાદ મોકલે, કે તમે જાણો તથા જુઓ કે તમારે સારૂ રાજા માંગવાથી જે દુષ્ટાઈ તમે યહોવાહની નજરમાં કીધી છે તે કેટલી મોટી છે.
18 અને શમૂએલે યહોવાહની વિનંતી કીધી, ને તે દિવસે યહોવાહ ગર્જના તથા વરસાદ મોકલ્યાં, ને સર્વ લોકો યહોવાહથી તથા શમૂએલથી બીધા.
19 અને સઘળાં લોકોએ શમૂએલને કહ્યું કે, તારા સેવકોને સારૂ તારા દેવ યહોવાહની વિનંતી કર કે, અમે માર્યા ન જઈએ; કેમકે અમે અમારે સારૂ રાજા માગ્યો તેથી અમારાં સઘળાં પાપોમાં આ ભૂંડાઈનો ઉમેરો કીધો છે.
20 અને શમૂએલે લોકોને કહ્યું, બીહો મા, એ સર્વ ભુંડું તમે કીધું છે તો ખરૂં, પરંતુ યહોવાહની પાછળ ચાલવાથી આડા અવળા ન ફરતાં તમારા આખા હૃદયથી તમે યહોવાહની સેવા કરો.
21 આમે તમે આડા અવળા ફરી ન જશો, કેમકે એમ કરવાથી તો વ્યર્થ વસ્તુઓ કે જે વ્યર્થ હોવાથી ફાયદો કે બચાવ કરી શકતી નથી તેઓનું અનુકરણ તમારાથી થાય.
22 કેમકે યહોવાહ પોતાના મોટા નામને સારૂ પોતાના લોકોને તજી દેશે નહિ; કેમકે તમને પોતાના ખાસ લોકો કરવા એ યહોવાહને સારૂ લાગ્યું છે.
23 વળી મારા વિષે પુછો તો, એવું ન થાય કે, તમારે વાસ્તે પ્રાર્થના કરવાનું મુકી દેવાનું પાપ યહોવાહની વિરુદ્ધ હું કરૂં, પણ સારા તથા ખરા રસ્તામાં હું તમને ફેળવીશ.
24 કેવળ યહોવાહની બીક રાખો, ને સત્યતાએ તમારા પુરા હૃદયથી તેની સેવા કરો, કેમકે જે મહાભારત કૃત્યો તમારે સારૂ તેણે કીધાં છે તેનો તમે વિચાર કરો.
25 પણ જો હજી તમે ભુંડું કરશો, તો તમે તમારા રાજા સુદ્ધાં નાશ પામશો.