2 પણ જો કોઇ એમ વિચારે છે કે હું કંઈ જાણું છું, તો જેમ જાણવું જોઈએ તેમ તે હજી કંઈ જાણતો નથી.
3 પણ જો કોઇ દેવ પર પ્રીતિ કરે છે, તો તે એનાથી જણાએલો છે.
4 તો મૂર્તિઓના નૈવેદ ખાવા વિષે, આપણે જાણીએ છીએ કે જગતમાં મૂર્તિ કંઇ નથી; ને એક વિના બીજો કોઇ દેવ નથી.
5 કેમકે આકાશમાં કે પૃથ્વી પર જો કે કહેવાએલા દેવો છે (જેમ એવા ઘણા દેવો તથા પ્રભુઓ છે તેમ);
6 તોપણ આપણે એક દેવ એટલે બાપ છે, જેનાથી સર્વ છે; ને આપણે તેને સારૂ છીએ; ને એક પ્રભુ એટલે ઇસુ ખ્રીસ્ત છે, જેને આસરે સર્વ છે, ને આપણે પણ તેને આસરે છીએ.
7 પણ સર્વમાં એ જ્ઞાન નથી, પણ કેટલાએક, મૂર્તિ કંઈ છે, એવું ધારીને હજી સુધી મૂર્તિઓનું નૈવેદ ખાય છે; ને તેઓનું અંતઃકરણ અબળ છતાં મલિન થાય છે.
8 પણ ખાવાનાથી આપણે દેવને માન્ય થતા નથી; કેમકે જો ખાઈએ તો આપણે વધારે સારા નથી, ને નહિ ખાઈએ તો વધારે ખરાબ નથી.
9 પણ સાવધાન રહો, રખે આ તમારો અધિકાર અબળોને ઠોકરનું કારણ થાય.
10 કેમકે તને જ્ઞાન છતાં, જો કોઇ મૂર્તિના મંદિરમાં તને બેઠેલો જુએ, તો શું તે અબળ છતાં, તેનું અંતઃકરણ મૂર્તિઓનું નૈવેદ ખાવાને હિમ્મતવાન ન થશે?
11 અને તારો અબળ ભાઇ જેને લીધે ખ્રીસ્ત મુઓ તેનો નાશ તારા જ્ઞાનથી થશે.
12 પણ ભાઈઓને ઉલટું પાપ કરીને તથા તેઓનાં અબળ અંતઃકરણને ઘાએલ કરીને, તમે ખ્રીસ્તને ઉલટું પાપ કરો છો.
13 એ માટે જો ખાવાનું માં ભાઇને ઠોકર ખવડાવે, તો હું કદીજ માંસ ન ખાઉં, રખે મારા ભાઇને ઠોકર ખવડાવું.