2 શું તમે જાણતા નથી કે પવિત્રો જગતનો ન્યાય કરશે? અને જો તમારાથી જગતનો ન્યાય કરાય તો શું તમે હલકાજ વાદોનો ન્યાય કરવાને નાલાયક છો?

3 શું તમે જાણતા નથી કે આપણે દૂતોનો ન્યાય કરીશ? તો કેમ અ આયુષ્યની વાતોનો નહિ?

4 એ માટે જો તમને આ આયુષ્યમાંના વાદો હોય, તો મંડળીમાં જેઓનને તમે ગણકારતા નથી તેઓને તે પર બેસાડો.

5 હું તમને લજાવવાને કહું છું. શું પોતાના ભાઈઓમાં ન્યાય કરી શકે, એવો તમારામાં એકે જ્ઞાની નથી?

6 પણ ભાઇ ભાઇ પર ફરિયાદ કરે છે; ને તે વળી અવિશ્વાસીઓની આગળ!

7 એ માટે હમણાં તમારામાં તદન ખોડ છે, કે તમે એક બીજા પર ફરિયાદ કરો છો. કરતાં તમે કેમ અન્યાય સહેતો નથી? તે કરતાં કેમ હાની ખમતા નથી?

8 પણ તમે અન્યાય તથા હાની કરો છો, હા, ભાઈઓ પર કરો છો.

9 શું તમે જાણતા નથી કે અન્યાયીઓ દેવના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વ્યભિચારીઓ તથા મૂર્તિભક્તો તથા છિનાળવાઓ તથા કામીઓ તથા પુંમૈથુનીઓ,

10 તથા ચોરો તથા લોભીઓ તથા છાટકા તથા નિંદકો તથા જુલમીઓ, એઓ દેવના રાજ્યનો વારસો પામશે નહિ;

11 ને તમારામાંના કેટલાએક એવા હતા, પણ તમે પ્રભુ ઇસુને નામે તથા આપણા દેવના આત્માથી ધોવાયા તથા પવિત્રીકરણ ને ન્યાયીકરણ પામ્યા.

12 સઘળાં તો મને ઉચિત છે, પણ સઘળાં ઉપયોગી નથી;

13 અન્ન પેટને સારૂ ને પેટ અન્નને સારૂ છે, પણ દેવ એનો તથા તેનો પણ નાશ કરશે. હવે શરીર વ્યભિચારને સારૂ નથી, પણ પ્રભુને સારૂ છે, ને પ્રભુ શરીરને સારૂ.

14 દેવે તો પ્રભુને ઉઠાડ્યો, ને પોતાને પરાક્રમે આપણને પણ ઉઠાડશે.

15 તમારાં શરીર ખ્રીસ્તનો અવયવો છે, એ શું તમે નથી જાણતા? વારૂ, શું હું ખ્રીસ્તના અવયવો કાઢીને તેઓને વ્યભિચારીણીનાં અવયવો કરૂં? એમ ન થાય.

16 શું તમે નથી જાણતા કે વ્યભિચારીણી સાથે જે જોડાય છે, તે એક શરીર થાય છે? કેમકે તે કહે છે કે, એ બેહુ એક દેહ થશે.

17 પણ પ્રભુની સાથે જે જોડાય છે તે એક આત્મા છે.

18 વ્યભિચારથી નાસો, જે સર્વ પાપ કોઇ માણસ કરે તે શરીર બહાર છે; પણ વ્યભિચારી પોતાના શરીરને ઉલટું પાપ કરે છે.

19 શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળ્યો છે, તેનું મંદિર તમારૂં શરીર છે? અને તમે પોતાના નથી,

20 કેમકે તમે મૂલ્યે ખરીદાયા હતા. તો તમારૂં શરીર તથા તમારો આત્મા દેવનાં છે, તેઓથી દેવને મહિમા આપો.