2 અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે રાખી મુકવું, એ માટે કે હું આવે ત્યારે ઉઘરાણા ન થાય.

3 અને જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને હું તમારૂં ઉપકારદાન યરૂશાલેમમાં લઇ જવાને પત્રો આપીને મોકલીશ.

4 અને જો મારે પણ જવું યોગ્ય થાય, તો તેઓ મારી સાથે આવશે.

5 પણ જયારે હું માકેદોન્યામાં થઈને જઈશ, ત્યારે હું તમારી પાસે આવીશ; કેમકે હું માકેદોન્યામાં થઈને જનાર છું;

6 ને કદાપિ હું તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ કાઢીશ, એ સારૂ ક જ્યાં હું જાઉં ત્યાં તમે મને પહોંચાડો.

7 કેમકે હમણાં વાટે જતાંજ તમને મળવાની મારી ઈચ્છા નથી; પણ જો ઈશ્વરેચ્છા હશે તો હું થોડી વાર તમારી પાસે રહીશ.

8 પણ હું પચાસમાં સુધી એફેસેસમાં રહીશ;

9 કેમકે મોટું તથા સાર્થક બારણું મારે સારૂ ઉઘડાયું છે, ને અટકાવનારા ઘણા છે.

10 પણ જો તીમોથી આવે તો સંભાળ રાખજો, કે તે તમારી પાસે નિર્ભયપણે રહે, કેમકે જેમ હું કરૂં છું તેમ તે પણ પ્રભુનું કામ કરે છે.

11 એ માટે કોઇ તેને ધિક્કારે નહી; પણ શાંતિએ તમે તેને પહોંચાડજો, કે તે મારી પાસે આવે; કેમકે ભાઇઓની સાથે હું તેની વાટ જોઉં છું.

12 હવે, ભાઇ અપોલા વિષે એમ છે કે ભાઇઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કીધી; પણ હમણાં આવવાની તેની ઈચ્છા કંઈ ન હતી; પણ જયારે સારો પ્રસંગ મળશે ત્યારે આવશે.

13 સાવધાન રહો, વિશ્વાસમાં સ્થિર રહો, પુરુષાર્થે ચાલો, બળવંત થાઓ.

14 પ્રીતિએ તમારાં સઘળાં કામ કરો.

15 ભાઈઓ, તમે સ્તેફાનસના કુટુંબને જાણો છો કે, તેઓ આખાયનું પ્રથમ ફળ છે, ને તેઓએ પવિત્રોની સેવામાં પોતાને તત્પર રાખ્યા છે, માટે હું તમારી વિનંતી કરૂં છું કે,

16 તમે એવાઓને ને જેટલા સહાય કરીને મેહેનત કરે છે તેઓને પણ આધીન થાઓ.

17 સ્તેફાનસ તથા ફોર્તુનાતસ તથા અખાઈકસના આવવાથી હું હરખાઈ છું; કેમકે તમારૂં જે ઓછું તે તેઓએ પુરૂં કર્યું.

18 કેમકે તેઓએ મારો તથા તમારો આત્મા પણ શાંત કર્યા. માટે એવાઓનો અંગીકાર કરો.

19 આસિયાની મંડળીઓ તમને ક્ષેમ કુશળ કહે છે. આકુલા તથા પ્રીસ્કા પોતાના ઘરમાંની મંડળી સુદ્ધાં પ્રભુમાં તમને ઘણા ક્ષેમ કુશળ કહે છે.

20 સર્વ ભાઈઓ તમને ક્ષેમ કુશળ કહે છે. પવિત્ર ચુંબનથી એક બીજાને ક્ષેમ કુશળ કહેજો.

21 હું પાઉલ પોતાને હાથે ક્ષેમ કુશળ લખું છું.

22 જો કોઇ પ્રભુ ઇસુ ખ્રીસ્ત પર પ્રીતિ કરતો ન હોય, તો તે શાપિત થાય.આપણો પ્રભુ આવનાર છે.

23 પ્રભુ ઇસુ ખ્રીસ્તની કૃપા તમારી સાથે થાઓ.

24 ખ્રીસ્ત ઇસુમાં મારી પ્રીતિ તમ સર્વની સાથે થાઓ. આમેન.