1 તેઓને સંભરાવ કે તેઓ સત્તાધારી તથા અધિકારીને આધીન થાય, હાકેમોને માને, સર્વ સારા કામને સારૂ તૈયાર થાય;
2 કોઈની નિંદા ન કરે, કજિયાખોર નહિ, પણ નમ્ર, સર્વ માણસોને પુરી લીનતા દેખાડનારા થાય.
3 કેમકે આપણે પણ અગાઉ નિર્બુદ્ધ, અનાજ્ઞાંકિત, ભુલવેલાં, જૂદા જૂદા વિષય તથા વિલાસના દાસો, ભુંડાઈ તથા અદેખાઈ ચાલનારા, દ્વેષપાત્ર તથા એક બીજાનો દ્વેષ કરનારા હતા.
4 પણ દેવ આપણા તારનારની દયા તથા માણસ પરની તેની પ્રીતિ પ્રગટ થઇ,
5 ત્યારે ન્યાયીપણામાંનાં આપણા પોતાનાં કરેલાં કામોથી નહિ, પણ તેની દયા પ્રમાણે પુનર્જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી જે નવીનકરણ તેથી તેણે આપણને તાર્યા;
6 જેને તેણે આપણા તારનાર ઇસુ ખ્રીસ્તથી આપણા ઉપર બહુ રેડયો છે;
7 એ સારૂ કે આપણે તેની કૃપાથી ન્યાયી ઠરીને અનંત જીવનની આશા પ્રમાણે વારસ થઈએ.
8 આ વાત વિશ્વાસુ હે; ને મારી ઈચ્છા છે કે આ વાતો વિષે તું કહ્યા કરે, એ સારૂ કે જેઓએ દેવનો વિશ્વાસ કીધો તેઓ સારા કામ કરવાને ચિત્ત રાખે. આ વાતો માણસોને સારી તથા ઉપયોગી છે.
9 પણ મૂર્ખાઈના વિવાદો તથા વંશાવળી તથા કજિયા તથા નિયમશાસ્ત્ર વિષે વઢવાડોથી અલગ રહે; કેમકે તેઓ નિરૂપયોગી તથા અમથાં છે.
10 પહેલો તથા બીજો બોધ કર્યા પછી પાંખડી માણસથી દૂર થા;
11 એમ જાણીને કે એવો માણસ ફરી ગએલો છે, ને પોતાની દોષિત ઠરીને પાપ કરે છે.
12 જયારે હું તારી પાસે આર્તેમાસ કે તુખીકસને મોકલું, ત્યારે નિકોપોલીસમાં મારી પાસે આવવાને યત્ન કરજે; કેમકે ત્યાં શિયાળો કાઢવાનું મેં ઠરાવ્યું છે.
13 ઝનાસ શાસ્ત્રીને તથા અપોલાને એવી સંભાળથી પહોંચાડજે કે તેમને કંઇ ઓછું ન પડે.
14 વળી આપણા લોકોએ જરૂરના ખરચને સારૂ સારાં કામો કરવાને શિખવું, એ સારૂ કે તેઓ નિષ્ફળ ન થાય.
15 મારી સાથેના સઘળા તને ક્ષેમ કુશળ કહે છે; વિશ્વાસમાંના જેઓ આપણા પર પ્રેમ કરે છે તેમને ક્ષેમ કુશળ કહેજે. તમ સર્વ પર કૃપા થાઓ.