1 યરૂશાલેમમાં, યહોવાહના મંદિરમાં જવાનું મને કહ્યું તેથી મને ખૂબ આનંદ થયો.

2 અને હવે અમે પણ યરૂશાલેમનાં દરવાજાઓમાં ઉભા રહ્યા.

3 ફરી એક વખત યારૂશાલેમ એક સંગઠિત નગર તરીકે બંધાયું છે.

4 ઇસ્રાએલની સર્વે જમાતો જે યહોવાની પોતાની છે તેઓ તેમનો આભાર માનવા; અને તેમના નામની સ્તુતિ ગાવા ત્યાં જશે.

5 જુઓ! ત્યાં નગરના દરવાજાઓ પાસે દાઉદના રાજવંશના રાજાઓએ લોકોનો ન્યાય કરવા તેમના રાજ્યાસનો ઉભા કર્યા છે.

6 યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; જેઓ તેમને ચાહે છે તેને શાંતિ મળો.

7 ઓ યરૂશાલેમ, તારા નગરના મહેલોની અંદર કુશળતા થાઓ.

8 મારા ભાઈઓ તથા મારા મિત્રો માટે હું પ્રાર્થી રહ્યો છું. તારામાં શાંતિ થાઓ.

9 યહોવાહ અમારા દેવના મંદિરને માટે હું પ્રાર્થના કરું છું કે શુભ વસ્તુઓ તમારી સાથે થશે.