1 હવે તેનું સાંભળવા સારૂ સઘળા દાણીઓતથા પાપીઓ તેની પાસે આવતા હતા.

2 અને ફરોશીઓએ તથા શાસ્ત્રીઓએ બન્નેએ કચકચ કરીને કહ્યું કે, આ માણસ પાપીઓનો અંગીકાર કરે છે, ને તેઓની સાથે ખાય છે.

3 અને તેણે તેઓને આ દૃષ્ટાંત કહ્યું કે,

4 તમારામાં એવું કયું માણસ હોય કે, જો તેને સો ઘેટાં હોય, ને તેઓમાંનું એક માણસ ખોવાયું હોય, તો તે પેલાં નવ્વાણું રાનમાં મુકીને ખોવએલું જડે ત્યાં લગી તેની શોધમાં નહિ જાય?

5 ને તે તેને જડે છે ત્યારે તે હર્ખ કરીને પોતાની ખાંધ પર ચઢાવે છે.

6 અને ઘેર આવીને પોતાના મિત્રોને તથા પડોશીઓને બોલાવે છે,ને તેઓને કહે છે કે, મારી સાથે હર્ખ કરો, કેમકે મારું ઘેટું જે ખોવાયું હતું તે મને જડ્યું છે.

7 હું તમને કહું છું કે, તેમજ નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓ કરતા એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં હર્ખ થશે.

8 અથવા કયી બાયડી એવી હોય કે જો તેની પાસે અધેલી હોય, ને તેઓમાંની એક અધેલી ખોવાય, તો તે દીવો કરીને ઘર નહિ વાલે, ને જડે ત્યાંલગી તેની શોધ સારીપેઠે નહિ કરે?

9 નેતે તેને જડે ત્યારે તે પોતાની સખીઓ તથા પાડોશેણો બોલાવીને કહી છે કે, મારી સાથે હર્ખ કરો, કેમકે મારી અઘેલી જે ખોવાઈ હતી, તે મને જડી છે.

10 હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કે, તેને લીધે દેવના દૂતોની સમક્ષ હર્ખ થાય છે.

11 અને તેણે કહ્યું કે, એક માણસને બે દીકરા હતા.

12 અને તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે, બાપ, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપ; ને તતેણે તેઓને કહ્યું કે, બાપ, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપ; ને તેણે તેઓને પોતાની પુંજી વહેચી આપી.

13 અને થોડા દહાડા પછી નાનો દીકરો સઘળું એકઠું કરીને દૂર દેશમાં ગયો, ને ત્યાં બદફેલીમાં પોતાની સંપત ઉડાવી નાખી.

14 અને તેણે બધું ખરચી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો; ને તેને તંગી પડવા લાગી.

15 અને તે જઈને તે દેશના વાતનીઓમાંના એકને ત્યાં રહ્યો; ને તેણે પોતાના ખેતરમાં ભુંડો ચારવા સારૂ તેને મોકલ્યો.

16 અને જે શીંગો ભુંડો ખાતાં હતાં તેથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું; ને કોઈ તેને આપતું નહિ.

17 પણ તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે, મારા બાપના કેટલા બધા મજુરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું!

18 હું ઉઠીને મારા બાપની પાસે જઈશ, ન તેને કહીશ કે, બાપ, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કીધું છે;

19 હવે હું તારો દીકરા કહેવાવા યોગ્ય નથી;

20 અને તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો, ને તે હજી ઘણો વેળગો હતો એટલામાં તેના બાપ તેને દીઠો, ને તેને દયા આવી, ને તે હજી ઘણો વેળગો હતો એટલામાં તેના બાપે તેને દીઠો, ને તેને દયા આવી, ને તે દોડીને તેને ભેટ્યો, ને તેને ચુમીઓ કીધી.

21 અને દીકરાએ તેને કહ્યું કે, બાપ, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કીધું છે, હવે હું તારો દીકરો કહેવાવા યોગ્ય નથી.

22 પણ બાપે પોતાના નોકરોને કહ્યું કે, સારામાં સારો જામો જલદી કાઢીને એને પહેરાવો; ને એને હાથે વીંટી ઘાલો, ને પગમાં જોડા પહેરાવો;

23 અને પાળેલા વાછરડાને લાવીને કાપો, ને આપણે ખાઈને આનંદ કરીએ.

24 કેમકે આ મારો દીકરો મુઓ હતો, ને પાછો જીવતો થયો છે; તે ખોવાએલો હતો, ને જડ્યો છે. અને તેઓ આનંદ કરવા લાગ્યા.

25 હવે તેનો વડો દીકરો ખેતરમાં હતો; ને તે આવતાં ઘરની નજદીક આવી પહોંચ્યો, ત્યારે તેણે ગાયનનો તથા નાચનો અવાજ સાંભળ્યો.

26 અને તેને ચાકરોમાંના એકને બોલાવીને પુછ્યું કે, આ શું હશે?

27 અને તેણે તેને કહ્યું કે, તારો ભાઈ આવ્યો છે, ને તારા બાપે પાળેલા વાછરડાને કપાવ્યો છે, કેમકે તે તેને સહીસલામત પાછો મળ્યો છે.

28 પણ તે ગુસ્સે થયો, ને માંહે જવાને રાજી નહોતો; અને તેના બાપે બહાર આવીને તેને આજીજી કીધી.

29 પણ તેણે બાપને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વરસથી હું તારી ચાકરી કરું છું, ને તારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારૂ તે મને લવારું પણ કડી આપ્યું નથી.

30 પણ આ તારો દીકરો જે કસબેણોની સાથે તારી મિલકત ખાઈ ગયો, તે પાછો આવ્યો ત્યારે તે તેને સારૂ પાળેલા વાછરડાને કપાવ્યો છે.

31 અને તેણે તેને કહ્યું કે, દીકરો, તું મારી સાથે નિત્ય છે, ને મારું સઘળું તે તારુંજ છે.

32 પણ ખુશી થવું તથા હર્ખાવું ઉચિત હતું, કેમકે આ તારો ભાઈ મુઓ હતો, ને તે જીવતો થયો છે; તે ખોવાએલો હતો, ને જડ્યો છે.