2 અને તેની ઉપપત્નીએ પતિવ્રત ભાગ કરીને વ્યભિચાર કીધો, ને તેની પાસેથી બેથલેહેમ-યહુદાહમાં પોતાના બાપને ઘેર ગઇ, ને ત્યાં ચાર મહિનાની મુદ્દત સુધી રહી.

3 અને તેની સાથે પ્રીતિથી વાર કરવા સારૂ, ને તેને પાછી લાવવા સારૂ, તેનો ભરતાર ઉઠીને, ને પોતાના ચાકરને તથા બે ગધેડાને સાથે લઈને, તેની પાછળ ગયો; ને તેણી પોતાના બાપના ઘરમાં તેને લઇ ગઇ; ને તે યુવતીના બાપે તેને જોયો, ત્યારે તે તેની મુલાકાતથી ખુશ થયો.

4 અને તેના સસરાએ, એટલે યુવતીના બાપે, તેને રાખ્યો; ને તે તેની સાથે ત્રણ દિવસ રહ્યો; ને તેઓએ ખાધું પીધું, ને ત્યાં ઉતારો કીધો.

5 અને ચોથે દિવસે એમ થયું કે, તેઓ મોટી સવારે ઉઠ્યા, ને ત્યાંથી વિદાય થવા સારૂ ઉભો થયો; ને યુવતીના બાપે પોતાના જમાઈને કહ્યું, કોળિયો અન્ન ખાઈને પોતાના દિલને તાજું કર, ને ત્યાર પછી તમે તમારે રસ્તે પડજો.

6 એવી રીતે તે બન્ને એકઠાં બેસીને ખાધું પીધું; ને તે યુવતીના બાપે તે માણસને કહ્યું કે, કૃપા કરીને રાજી થઈને આખી રાત રહે, ને તારા દિલને ખુશ કર.

7 અને તે માણસ વિદાયગિરી લેવા સારૂ ઉભો થયો; પણ તેના સસરાએ તેને આગ્રહ કીધાથી તેણે પાછો ત્યાં ઉતારો કીધો.

8 અને તે પાંચમે દિવસે વિદાયગિરી લેવા સારૂ મોટી સવારે ઉઠ્યો, ને તે યુવતીના બાપે કહ્યું, કૃપા કરીને મન શાંત પાડીને દિવસ સુધી તમે રહો; ને તે બન્ને જમ્યાં.

9 અને જયારે તે પોતાની ઉપપત્ની તથા પોતાના ચાકર સાથે વિદાયગિરી લેવા સારૂ ઉભો thayo, ત્યારે તેના સસરાએ, એટલે તે યુવતીના બાપે, તેને કહ્યું કે, જો, હવે દિવસ અસ્ત થવા આવ્યો છે, કૃપા કરી રાત રહી જાઓ; જો, દિવસ આખર થવા આવ્યો છે, અહીં ઉતારો કરીને તારા હૃદયને ખુશ કર, ને તારે ઘેર જવા સારૂ કાલે ઉઠીને તમારે રસ્તે પડજો.

10 પણ તે માણસ તે રાત ત્યાં રહી જવા રાજી નહોતો, તેથી તે ઉઠીને વિદાય થયો, ને યબૂસ (એટલે યરૂશાલેમ) પાસે આવી પહોંચ્યો. હવે તેની સાથે જીન બાંધેલા બે ગધેડા હતા; તેની ઉપપત્ની પણ તેની સાથે હતી.

11 જયારે તેઓ યબૂસ પાસે પહોંચ્યો ત્યારે દિવસ ઘણો નમી ગયો હતો; ને ચાકરે પોતાના શેઠને કહ્યું, કૃપા કરી ચાલો, આપણે વળીને આ યબૂસીઓના નગરમાં જઈને તેમાં ઉતારો કરીએ.

12 અને તેના શેઠે તેને કહ્યું કે, એ પરદેશીનું નગર કે જેમાં કોઇ પણ ઇસ્રાએલપુત્રો નથી તેમાં આપણે વળીને નહિ જઈશું; પણ આપણે આગળ ચાલીને ગિબઆહ સુધી જઈશું.

13 અને તેણે પોતાના ચાકરને કહ્યું કે, ચાલો, આપણે આ જગ્યાઓમાંની એકની નજીક જઈ પહોંચીએ; ને આપણે ગિબઆહ્માં કે રામાહમાં ઉતારો કરીશું.

14 તેથી તેઓએ આગળ ચાલવા જારી રાખ્યું, ને બિન્યામીનના ગિબઆહ પાસે તેઓ પહોંચ્યા ત્યારે સૂર્ય અસ્ત પામ્યો.

15 અને ગિબઆહહ્માં જઈને ત્યાં ઉતારો કરવા સારૂ તેઓ તે તરફ વળ્યા; ને તે અંદર દાખલ થઈને તે નગરના રસ્તામાં બેઠો, કેમકે કોઇ માણસ પોતાને ઘેર તેઓને ઉતારો કરવા સારૂ લઇ ગયો નહિ.

16 અને જુઓ, એક વૃદ્ધ માણસ સાંજે ખેતરમાંથી કામ કરીને આવતો હતો; હવે તે માણસ એફ્રાઈમના પહાડી મુલકનો હતો; ને તે ગિબઆહમાં આવી વસેલો હતો; પણ આ જગ્યાના લોક બિન્યામીનીઓ હતા.

17 અને તેણે પોતાની દૃષ્ટી ઉંચી કરીને તે વટે માર્ગને નગરના રસ્તામાં દીઠો; ને તે વૃદ્ધ માણસે કહ્યું, તું ક્યાં જાય છે? ને તું ક્યાંથી આવ્યો છે?

18 ને તેણે એને કહ્યું, અમેં બેથલેહેમ-યહુદાહમાં એફ્રાઈમના પહાડી મુલકને પેલે છેડે જઈએ છીએ; હું ત્યાંનો છું, ને હું બેથલેહેમ-યહુદાહમાં ગયો હતો; ને હું યહોવાહના ઘરમાં જાઉં છું.

19 ને જો કે અમારા ગધેડાને કાજે ચંદી તથા ચારો બન્ને છે; ને મારે કાજે તથા મારી દાસીની કાજે તથા મારા સેવકો સાથેના જુવાનને કાજે પણ રોટલી તથા દ્રાક્ષરસ છે, અમને કશાની કઈ પણ ખોટ નથી, તો પણ કોઇ માણસ મને પોતાના ઘરમાં આવકાર આપતો નથી.

20 અને વૃદ્ધ માણસે કહ્યું, તને શાંતિ થાઓ, પણ તારે જે જે જોઈએ તેનો બહાર મારે માથે રહેવા દે; ફક્ત એટલુંજ લે રસ્તામાં ઉતારા ન કર.

21 એવી રીતે તેને તે પોતાને ઘેર લાવ્યો, ને તેના ગધેડાંને ઘાસ ચારો નીર્યો; ને તેઓએ પોતાના પગ ધોઈને ખાધું પીધું.

22 તેઓ મોજ કરતાં હતા એટલામાં, જુઓ, કેટલાક બલીયઆલપુત્રો ઘરની આસપાસ વીંટળાઈ વળીને બારણું ઠોકવા લાગ્યા; ને તેઓએ ઘરઘણીની, એટલે તે વૃદ્ધ માણસની સાથે વાત કરતાં કહ્યું કે, જે માણસ તારા ઘરમાં આવ્યો છે તેને બહાર લાવ, કે અમે તેની આબરૂ લઈએ.

23 અને તે ઘરઘણી તેઓની પાસે બહાર આવીને તેઓને કહ્યું કે, મારા ભાઈઓ, એમ નહિ, કૃપા કરી એવું દુષ્ટ કૃત્ય ન કરો; એ માણસ મારા ઘરમાં આવ્યો છે એ ધ્યાનમાં લઈને એ મૂર્ખાઈ ન કરો.

24 જુઓ, મારી કુંવારી પુત્રી તથા તે [માણસ]ની ઉપપત્ની અહીં છે; તેઓને હું હમણાં બહાર લાવું, ને તમે તેમની આબરૂ લો, તથા તમને જેમ સારૂ લાગે તેમ તેમને કરો; પણ એ માણસ ઉપર એવું મૂર્ખાઈ ભરેલું કૃત્ય ન કરો.

25 પણ તે માણસો તેનું સાંભળવા ચાહતા નહોતા; તેથી તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેઓની પાસે બહાર લાવ્યો; ને તેઓએ તેણીની આબરૂ લીધી, ને આખી રાત સવાર સુધી તેને દુદ્ખ દીધું; ને પોહ ફટવ લાગ્યો ત્યારે તેઓએ તેની છોડી.

26 ત્યારે પોહ ફાટતાં તે સ્ત્રી આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના [ઘરના]બારણા આગળ અજવાળું થતાં સુધી પડી રહી.

27 અને તેનો પતિ સવારે ઉઠ્યો ને ઘરનાં બારણાં ઉઘાડ્યો, ને રસ્તે પડવા સારૂ બહાર નિકળ્યો; તો, જુઓ, તે સ્ત્રી, એટલે તેની ઉપપત્ની, ઘરનાં બારણા પાસે પડેલી હતી ને તેના હાથ ઉંબરા ઉપર પડેલા હતા.

28 અને તેણે તેણીને કહ્યું, ઉઠ, આપણે ચાલ્યા જઈએ; પણ ઓએ ઉત્તર આપ્યો નહિ; પછી તેણે તેને ઉચકીને ગધેડા પર નાખી; ને તે માણસ ઉઠીને પોતાને મુકામે જઈ પહોંચ્યા.

29 અને પોતાને ઘેર આવીને તેણે એક છરી લીધી, ને પોતાની ઉપપત્નીને લઈને, તેને સાંધે સાંધેથી કાપી, ને તેના બાર ટુકડા કરીને ઇસ્રાએલની સાવ સીમાઓમાં મોકલ્યા.

30 અને એમ થયું કે, જે સર્વએ તે જોયું તેઓએ કહ્યું કે, ઇસ્રાએલપુત્રો મિસર દેશમાંથી નિકળ્યા તે દિવસથી તે આજ સુધી આવું કૃત્યો કરવામાં કે જોવામાં આવ્યું નથી; એ વિષે વિચાર કરો, સલાહ લો, ને બોલો.