2 અને ગિલઆદની સ્ત્રીની પેટે તેને દીકરા થયા; ને તેની સ્ત્રીના દીકરા મોટા થયા ત્યારે તેઓએ યિફતાહને કાઢી મુકતાં તેને કહ્યું, અમારા બાપના ઘરમાં તને કંઈ વતન મળશે નહિ; કેમકે તું બીજી સ્ત્રીનો દીકરો છે.
3 ત્યારે યિફતાહ પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને ટોબ દેશમાં રહ્યો; ને કેટલાએક હલકા લોક યિફતાહની પાસે ભેગા થઈને તેની સાથે નિકળી ગયા.
4 અને કેટલાક વખત પછી એમ થયું કે, આમ્મોનપુત્રોએ ઇસ્રાએલની સામે યુદ્ધ કીધું.
5 આને એમ થયું કે, આમ્મોનપુત્રો ઇસ્રાએલની સામે યુદ્ધ કરતાં હતા ત્યારે ગિલઆદના વડીલો યિફતાહને ટોબ દેશથી તેડી લાવવા સારૂ ગયા.
6 અને તેઓએ યિફતાહને કહ્યું કે, આવીને અમારો સેનાપતિ થા, કે અમે આમ્મોનપુત્રોની સામે લડીએ.
7 અને યિફતાહે ગિલઆદના વડીલોને કહ્યું કે, તમે શું મને ધિક્કાર્યો નહોતો? ને મારા બાપના ઘરમાંથી શું મને કાઢી મુક્યો ન હતો? ને હવે સંકટમાં તમે આવી પડ્યા ત્યારે કેમ મારી પાસે આવ્યા છો?
8 આને ગિલઆદના વડીલોએ યિફતાહને કહ્યું, હાલ એ માટે અમે તારી પાસે પાછા આવ્યા છીએ, કે તું અમારી સાથે આવે, ને આમ્મોનપુત્રોની સાથે લડે, તો તું ગિલઆદના સર્વ રહેનારા પર અમારો સરદાર થશે.
9 અને યિફતાહે ગિલઆદના વડીલોને કહ્યું, જો આમ્મોનપુત્રોની સામે યુદ્ધ કરવાને તમે મને સ્વદેશ લઇ જાઓ, ને જો યહોવાહ તેઓને મારી આગળથી હરાવે, તો શું હું તમારો સરદાર થાઉં?
10 ને ગિલઆદના વડીલોએ યિફતાહને કહ્યું કે, યહોવાહ આપણી વચ્ચમાં સાક્ષી થાઓ કે ખચિત તારા કહેવા પ્રમાણેજ અમે કરીશું.
11 અને યિફતાહ ગિલઆદના વડીલોની સાથે ગયો, ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો; ને યિફતાહે પોતાની સર્વ વાતો મિસ્પાહમાં આગળ કહી.
12 અને યિફતાહે આમ્મોનપુત્રોના રાજાની પાસે સંદેશીઆ મોકલીને કહેવડાવ્યું કે, મારે ને તારે શું છે કે મારા દેશની વિરુદ્ધ લડવાને તું મારી પાસે આવ્યો છે?
13 ને આમ્મોનપુત્રોના રાજાએ યિફતાહના સંદેશીઆઓને ઉત્તર આપ્યો કે, જયારે ઇસ્રાએલ મિસરમાંથી આવતા હતા, ત્યારે આર્નોનથી યાબ્બોક તથા યરદન સુધી તેઓએ મારો દેશ લઇ લીધો હતો; એ માટે હવે શાંતિથી તે પાછો આપ.
14 અને યિફતાહ આમ્મોનપુત્રોના રાજાની પાસે ફરી સંદેશીઅ મોકલ્યા;
15 અને તેણે તેને કહેવડાવ્યું કે, યિફતાહ એમ કહે છે કે, મોઆબનો દેશ તથા આમ્મોનપુત્રોનો દેશ ઇસ્રાએલે લઇ લીધો નહોતો;
16 પણ જયારે ઇસ્રાએલ મિસરમાંથી આવ્યા, ને લાલ સમુદ્ર લગી અરણ્યની એક બાજુથી બીજી બાજુ સુધી ફરીને કાદેશમાં પહોંચ્યા;
17 ત્યારે ઇસ્રાએલે અદોમના રાજા પાસે સંદેશીઆ મોકલીને કહેવડાવ્યું કે, કૃપા કરીને તારા દેશમાં થઈને મને જવા દે; પણ અદોમના રાજાએ તેનું સાંભળ્યું નહિ. અને તેજ પ્રમાણે તેણે મોઆબના રાજાને કહેવડાવ્યું; પણ તે પણ એમ કરવા ચાહતો નહોતો; ને ઇસ્રાએલ કાદેશમાં રહ્યા.
18 ત્યાર પછી અરણ્યમાં થઈને ચાલ્યા, ને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ ફરી આવીને, આર્નોનને પેલે પાર તેઓએ છાવણી કરી; પણ મોઆબની સરહદની અંદર આવ્યો નહોતો, કેમકે મોઆબની સરહદ અર્નોન હતી.
19 અને ઇસ્રાએલે અમોરીઓના રાજા સીહોનની, એટલે હેશ્બોનના રાજાની પાસે સંદેશીઆ મોકલ્યા; ને ઇસ્રાએલે તેને કહેવડાવ્યું કે, અમે તારી વિનંતી કરીએ છીએ કે તારા દેશમાં થઈને અમને અમારી જગ્યાએ જવા દે.
20 પણ પોતાની સરહદમાં થઈને તેમને જવા દે એટલો સીહોનને ઇસ્રાએલનો ભરોસો નહોતો; પણ સીહોને પોતાના સર્વ લોકોને એકઠા કરીને યાહાસમાં છાવણી કરી, ને ઇસ્રાએલની સામે યુદ્ધ કર્યું.
21 અને ઇસ્રાએલના દેવ યહોવાહે સીહોનને તથા તેના સર્વ લોકોને ઇસ્રાએલના હાથમાં સોંપ્યાં, ને તેઓએ તેઓનો સંહાર કીધો; એમ ઇસ્રાએલે તે દેશના રહેનારા અમોરીઓના સર્વ દેશનું વતન પ્રાપ્ત કીધું.
22 અને અર્નોનથી તે યાબ્બોક સુધી, તથા અરણ્યથી તે યરદન સુધી, અમ્રીઓની સર્વ સીમનું તેઓએ વતન પ્રાપ્ત કીધું.
23 એમ ઇસ્રાએલના દેવ યહોવાહે પોતાના લોક ઇસ્રાએલની આગળથી અમોરીઓને વતનહિન કીધા છે, ને શું તું તેઓનું વતન લઇશ?
24 તારો દેવ કમોશ જે વતન તને આપે છે, તે વતન શું તું નહિ લેશે? તેમ અમારા દેવ યહોવાહે જેઓને અમારી આગળથી વતનહિન કીધા છે, તેઓનું વતન અમે લઈશું.
25 અને હવે શું, તું સિપ્પોરના દીકરા મોઆબના રાજા બાલાક કરતાં શ્રેષ્ઠ છે? શું તેણે ઇસ્રાએલની સામે કદી ટક્કર લીધી? કે તેઓની સામે તેણે કદી યુદ્ધ કીધું?
26 ઇસ્રાએલ હેશ્બોનમાં તથા તેના ગામોમાં, ને અરોએરમાં તથા તેના ગામોમાં, તથા અર્નોનના કાંઠા ઉપરના સઘળાં નગરમાં, ત્રણસેં વર્ષ લગી રહેતા હતા, તો તે દરમિયાનમાં તમે કેમ તે પાછાં ન લીધાં?
27 માટે મેં તારો અપરાધ કીધો નથી, પણ તું મારી સામે યુદ્ધ કરવાથી મારો અન્યાય કરે છે; ઇસ્રાએલપુત્રો તથા આમ્મોનપુત્રોની વચ્ચે આજ ન્યાયાધીશ યહોવાહ ન્યાય કરો.
28 તો પણ યિફતાહ જે સંદેશો આમ્મોનપુત્રોના રાજાને કહેવડાવ્યો હતો તે તેણે કાન પર લીધો નહિ.
29 ત્યારે યહોવાહનો આત્મા યિફતાહ પર આવ્યો, ને તે ગિલઆદ તથા મનાશ્શેહમાંથી આમ્મોનપુત્રોની પાસે ગયો.
30 અને યિફતાહે યહોવાહની આગળ માનતા માનીને કહ્યું, જો તું આમ્મોનપુત્રોને મારા હાથમાં જરૂર સોંપશે,
31 તો એમ થશે કે, હું સલાહ કરીને આમ્મોનપુત્રો પાસેથી જયારે શાંતિએ પાછો આવીશ, ત્યારે મને મળવા સારૂ જે કોઇ મારા ઘરનાં બારણામાંથી બહાર નિકળે તે યહોવાહનું થશે, અને હું તેને દહનીયાર્પણ કરીશ.
32 એમ આમ્મોનપુત્રોની સામે યુદ્ધ કરવા સારૂ યિફતાહ તેઓની પાસે ગયો; ને યહોવાહે તેઓને તેના હાથમાં સોંપ્યો.
33 અને તેણે અરોએરથી મિન્નીથ સુધીનાઓનો, એટલે વીસ નગરોનો, તથા આબેલ-કરામીમ સુધીનાઓનો, મોટો સંહાર કીધો. એમ ઇસ્રાએલપુત્રોની આગળ આમ્મોનપુત્રો હાર્યો.
34 ને યિફતાહ પોતાને ઘેર મિસ્પાહમાં આવ્યો, ને, જુઓ, તેની દીકરી દફ તથા નૃત્ય સહિત તેને મળવા સારૂ બહાર આવી; ને તે તેની એકનીએક દીકરી હતી; તે વિના તેને દીકરો કે દીકરી કાઈ ન હતું.
35 અને તેણે તેને દીઠી, ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યાં, ને કહ્યું, હાય, મારી દીકરી! તે મને બહુ નમાવ્યો છે, ને મને દુઃખ દેનારામાંની એક તું છે; કેમકે યહોવાહની આગળ મેં મારૂં મુખ ઉઘાડ્યું છે, ને મારાથી પાછુ ફરાય નહિ.
36 અને તેણીએ તેને કહ્યું, મારા બાપ, તેં યહોવાહની આગળ મુખ ઉઘાડ્યું છે; તો તારા મુખમાંથી જે નિકળ્યું હોય તે પ્રમાણે મને કર; કેમકે યહોવાહે તારૂં વેર તારા વેરીઓ પર, એટલે આમ્મોનપુત્રો પર વાળ્યું છે.
37 અને તેણીએ પોતાના બાપને કહ્યું, મારે સારૂ આટલે થવા દે, કે મને બે મહિના સુધી રહેવા દે, હું પોતાની સહિયરો સાથે પર્વતો પર જઈને ફરૂ, ને પોતાના કુંવારાપણાનો શોક કરૂં.
38 અને તેણે કહ્યું જા, અંને બે મહિના સુધી તેણે તેને વિદાય કીધી, ને તેણીએ પોતાની સહિયરો સાથે જઈને પર્વતો ઉપર પોતાના કુંવારાપણાનો શોક કર્યો.
39 અને બે મહિના ગયા પછી એમ થયું કે, તે પોતાના બાપની પાસે પાછા આવી, ને તેણે પોતાની માનેલી માનતા પ્રમાણે તેને કર્યું; ને તેણીએ પુરૂષનો અનુભવ કીધો ન હતો. અને ઇસ્રાએલમાં એવો રિવાજ પડ્યો કે,
40 વર્ષમાં ચાર દિવસ સુધી ગિલઆદી યિફતાહની દીકરીનો શોક પાળવાને સારૂ ઇસ્રાએલપુત્રીઓ દર વર્ષે જતી હતી.