2 બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ ગમ આય છે, ત્યાં યહોશુઆએ યેરેખોથી માણસોને મોકલ્યા, અને તેઓને એમ કહ્યું કે, જઈને તે દેશની જાસુસી કરી આવો, ને તે માણસોએ જઈને આયની જાસુસી કીધી.

3 અને તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા, ને તેને કહ્યું કે, સર્વ લોકોએ જવું નહિ; પણ સુમારે બે કે ત્રણ હજાર પુરુષોએ જઈને આયને મારવું; સઘળાં લોકોને ત્યાં જવાનો પરિશ્રમ આપશો મા; કેમકે તે લોકો માત્ર થોડા છે.

4 ને લોકોમાંથી સુમારે ત્રણ હાજર પુરુષો ત્યાં ગયા, પણ આયના માણસોએ તેઓને નાસડ્યા.

5 અને આયના માણસોએ તેઓમાંથી સુમારે છત્રીસ માણસ માર્યા, ને ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને ઉતરવાની જગ્યા આગળ તેઓને માર્યા; એ માટે લોકોનાં હૃદય પીગળીને પાણી જેવાં થયાં.

6 અંને યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા, ને પોતે ઇસ્રાએલના વડીલો સુદ્ધાં યહોવાહના કોષ આગળ ભૂમિ ઉપર સાંજ સુધી ઉંધો પડી રહ્યો, ને તેઓએ પોતાના માથા ઉપર ધૂળ નાખી.

7 ત્યારે યહોશુઆ બોલ્યો, અરેરે! ઓહ પ્રભુ યહોવાહ, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારૂ તેં આ લોકોને યરદન પાર કેમ આણ્યા? અને સંતુષ્ટ થઈને યરદનની પેલે પાર રહ્યા હોત તો કેવું સારૂં!

8 હે પ્રભુ, ઇસ્રાએલીઓએ પોતાના શત્રુ સામે પીઠ ફેવી છે તો હવે હું શું બોલું?

9 હવે કનાની અને દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે, અને અમને ચારોગમથી ઘેરીને અમારૂં નામ પૃથ્વીમાંથી નષ્ટ કરશે; પછી તું તારા મોટા નામ વિષે શું કરશે?

10 ત્યારે યહોવાહે યહોશુઅને કહ્યું કે, ઉઠ, એમ ઉંધો કેમ પડ્યો છે?

11 ઇસ્રાએલે પાપ કીધું છે, હા, તેઓએ તો જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કીધું છે; હા, તેઓએ તો શ્રાપિત વસ્તુઓમાંથી કંઈ લીધું છે; ને ચોરી ને જુઠાઈ પણ કીધી છે; ને વળી તે પોતાના સામાન મધ્યે રાખ્યું છે.

12 એ કારણથી ઇસ્રાએલપુત્રો પોતાના શત્રુઓ આગળ ટકી શકતાં નથી, પણ પોતાના શત્રુઓ સામે પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શ્હારાપિત થયા છે; તમે તમારામાંથી શ્રાપિત વસ્તુનો નાશ નહિ કરશો તો હું તમારી સાથે કદી રહેનાર નથી.

13 ઉઠ, લોકોને શુદ્ધ કર, ને કહે, કાલને સારૂ તમે પોતાને શુદ્ધ કરો, કારણ કે ઇસ્રાએલનો દેવ યહોવાહ એમ કહે છે કે, હે ઇસ્રાએલ, તારા મધ્યે શ્રાપિત વસ્તુઓ છે; તમે તમારામાંથી શ્રાપિત વસ્તુ કાઢી નહિ નાખશો, ત્યાં સુધી તમે તમારા શત્રુ આગળ ઉભા રહી શકનાર નથી.

14 એ માટે સવારે પોતપોતાના કુળ પ્રમાણે તમને રજુ કરવામાં આવશે; પછી એમ થશે કે, જે કુળને યહોવાહ પકડશે, તે ઘરવાર આગળ આવે; પછી જે ઘરનાંને યહોવાહ પકડશે તે પુરુષવાર આગળ આવે.

15 અને એમ થાય કે જેની આગળ શ્રાપિત વસ્તુ મળશે તે પોતે ને તેનું સર્વસ્વ અગ્નિથી બાળી નાખવામાં આવે; કારણ કે તેણે યહોવાહના કરારને ઉલ્લંઘ્યો છે, ને ઇસ્રાએલમાં મૂર્ખાઈ કીધી છે.

16 આને યહોશુએ સવારે વહેલા ઉઠીને ઇસ્રાએલને, તેઓના કુળ પ્રમાણે રજુ કીધા; ત્યારે યહુદાહના કુળ પકડાયું;

17 ને તેણે યહુદાહના કુટુંબ આગળ આણ્યા, ત્યારે તેણે ઝેરાહીઓનું કુટુંબ પકડ્યું; ને તેણે ઝેરહીઓનાં કુટુંબના પુરુષો એક પછી એક રજુ કર્યા, ત્યારે ઝાબ્દી પકડાયો;

18 ને તેના ઘરનાં પુરુષો એક પછી એક રજુ કર્યા, ત્યારે યહુદાહના કુળના ઝેરાહ્હના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો.

19 ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, મારા દીકરા, ઇસ્રાએલના દેવ યહોવાને મહિમા આપ, ને તેની આગળ કબૂલ કર; ને તું શું કીધું છે તે હવે મને કહે; મારાથી ગુપ્ત રાખીશ મા.

20 અને આખાને યહોશુઆને ઉત્તર આપીને કહ્યું, ખરેખર, ઇસ્રાએલના દેવ યહોવાની વિરુદ્ધ મેં પાપ કીધું છે; ને ફલાણું ફલાણું મેં કીધું છે.

21 લૂટ મધ્યે એક સારો શિનઆરી જામો ને બસેં શેકેલ રૂપું, ને સોનાનું એક પાનું પચાસ શેકેલ વજનનું, એ જોઇને તેઓનો લોભ મને લાગ્યો, ને મેં તે લીધાં; ને જુઓ, તેઓ મારા તંબુ મધ્યે ભૂમિમાં સંતાડેલા છે, ને રૂપું તેની નીચે છે.

22 માટે યહોશુઆએ ખોપિયા મોકલ્ય, ને તેઓએ તંબુએ દોડી ગયા; અને જુઓ, તે તંબુમાં સંતાડેલું હતું, ને રૂપું તેની નીચે હતું.

23 અને તેઓએ તંબુમાંથી તે લઈને યહોશુઆની પાસે તથા સર્વ ઇસ્રાએલપુત્રોની પાસે આણ્યા; ને તેઓને યહોવાહ આગળ મુક્યાં.

24 અને યહોશુઆએ ને તેની સાથે સર્વ ઇસ્રાએલે ઝેરેહનો પુત્ર આખાન, ને રૂપું, ને જમો, ને સોનાનું પાનું, ને તેના દીકરા, ને તેની દીકરીઓ, ને તેના બળદો, ને તેના ગધેડાં, ને તેના ઘેટાં ને તેનો તંબુ, ને તેનું સર્વસ્વ, તેઓને લીધાં ને તેઓને તેઓ આખોરની ખીણમાં લઇ ગયા.

25 અને યહોશુઆએ કહ્યું, તે હમને હેરાન કેમ કીધા છે? આજે યહોવાહ તને હેરાન કરશે. અને સર્વ ઇસ્રાએલે તેને પત્થર માર્યો; ને તેઓને તેઓને અગ્નિથી બાળ્યાં અને પત્થરથી માર્યાં.

26 અને તેઓએ તેના પર પત્થરનો મોટો ઢગલો કીધો , તે આજ સુધી છે; ત્યારે યહોવાહ પોતાના ક્રોધના જુસ્સાથી ફર્યો. તે માટે તે ઠેકાણાંનું નામ આજ સુધી આખોર ખીણું એવું પડ્યું.