2 પોતાને સારૂ લોકોમાંથી બાર માણસ, એટલે પ્રત્યેક કુળમાંથી એક એક માણસ, લો,

3 અને તેઓને એવી આજ્ઞા કરો કે, યરદનની પધ્યેથી, એટલે જ્યાં યાજકોના પગ ઉભા રહ્યા હતા, ત્યાંથી પોતાને સારૂ બાર પત્થર લઈને પોતાની સાથે પેલી ગમ લઇ જાઓ, ને આજ ર્રાત્રે જે મુકામે તમે ઉતારશો ત્યાં તેઓને મુકજો.

4 અને પ્રત્યેક કુળમાંથી એક એક માણસ, એ પ્રમાણે ઇસ્રાએલપુત્રોમાંથી જે બાર માણસો તૈયાર કીધા હતા, તેઓને યહોશુઆએ બોલાવ્યા;

5 અને યહોશુઆએ તેઓને કહ્યું કે, તમારા દેવ યહોવાહના કોષ આગળ યરદનના મધ્યે જાઓ, અને તમારામાંના પ્રત્યેક જણ ઇસ્રાએલપુત્રોના કુળની સંખ્યા પ્રમાણે પોતાને ખભ એક એક પત્થર ઉંચકી લો;

6 એ માટે કે તેઓ તમારી મધ્યે ચિન્હ રૂપ થાય, જયારે આવતાં કાળમાં તમારાં છોકરાં એવું પુછે કે, અ પત્થરોનો અર્થ શો છે?

7 ત્યારે તમે તેઓને એમ ખો કે, યહોવાહના કરાર કોશની આગલા યરદનના પાણીના ભાગ થઇ ગયા; જયારે તે યરદનને પાર ઉતરતો હતો જયારે યરદનના પાણીના ભાગ થઇ ગયા, અને આ પત્થરો ઇસ્રાએલપુત્રોના સ્મરણાર્થે સદાકાળ રહેશે.

8 અને યહોશુઆએ આજ્ઞા આપી તેમ ઇસ્રાએલપુત્રોએ કીધું, અને યહોવાહે યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેઓને ઇસ્રાએલપુત્રોનાં કુળની સંખ્યા પ્રમાણે યરદનના માધ્યમથી બાર પત્થરો ઉંચકી લીધા, અને તેમને પોતાની સાથે પેલે પાર છાવણી સુધી લઇ જઈને ત્યાં મુક્યા.

9 અને યરદનની મધ્યે, જ્યાં કરારકોષ ઉચકનારા યાજકોના પગ ઉભા રહ્યા હતા તે ઠેકાણે, યહોશુઆએ બાર પત્થર ઉભા કીધા; ને તે આજ સુધી ત્યાં છે.

10 કેમકે જે સઘળી આજ્ઞા મુસાએ યહોશુઆને આપી હતી, તે પ્રમાણે જે કોઇ ફરમાવવાની યહોવાહે યહોશુઆને કહ્યું હતું, તે સઘળું પુરૂં થયું, ત્યાં સુધી કોષ ઉચકનારા યાજ્કોયાદાન્ન મધ્યમાં ઉભા થઇ રહ્યા, ને લોકો ઉતાવળ કરીને પર ઉતરી ગયા.

11 અને એમ થયું કે, સર્વ લોક પર ઉતર્યા પછી યહોવાહનો કોષ ને યાજકો લોકોનાં દેખતાં પેલે પાર ઉતર્યા.

12 અને રેઉબેનપુત્રો અને ગાદપુત્રો ને મનાશ્શેહનું અર્ધ કુળ મુસાના ફરમાવ્યા પ્રમાણે શસ્ત્ર સજીને ઇસ્રાએલપુત્રોની આગળ પેલે પાર ગયા.

13 સુમારે ચાળીસ હાજર માણસયુદ્ધને સારૂ શસ્ત્ર સજીને તૈયાર થએલા, યહોવાહની આગળ, યેરેખોના મેદાનમાં લડવાન નદી ઉતર્યા.

14 તેજ દિવસે યહોવાહે યહોશુઆને સર્વ ઇસ્રાએલના દેખતાં મોટો મનાવ્યો, ને તેઓ જેમ મુસાની તેમ, તેના આયુષ્યના સઘળાં દિવસભર, તેની બીક રાખતા હતા.

15 અને યહોવાહે યહોશુઆને કહ્યું કે,

16 સાક્ષ્યકોષ ઉંચકનારાયાજકોને યરદન્માંથી નિકળી આવવાની આજ્ઞા આપ.

17 તે માટે યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી કહ્યું, યરદનમાંથી નિકળી આવો.

18 અને યહોવાહના કરારકોષ ઉંચકનારા યાજકો જયારે યરદનની મધ્યમાંથી નિકળી આવ્યા, ને યાજકોનાં પગ તળિયાં કોરી ભૂમિ પર પડ્યા, ત્યારે એમ થયું કે યરદનના પાણી પોતાને ઠેકાણે આવીને પહેલાંની પેઠે ચાર કાંઠે ભરપૂર થઇને વહેવા લાગ્યું.

19 અને લોકો પહેલાં માસને દસમે દિવસે યરદનમાંથી નિકળી આવ્યા, અને યારીખોની પૂર્વ ગમની સીમા ઉપર ગીલ્ગાલમાં તેઓએ છાવણી કીધી.

20 અને જે બાર પત્થર તેઓએ યરદનમાંથી આણ્યા હતા, તે યહોશુઆએ ગિલ્ગાલમાં ઉભા કીધા.

21 અને તેણે ઇસ્રાએલપુત્રોને એવું કહ્યું કે, આવતી કાળમાં તમારા વંશજો પોતપોતાના બાપને પુછે કે, આ પત્થરોનો અર્થ શો?

22 ત્યારે તમારે તમારા વંશજોને જણાવવું કે, ઇસ્રાએલીઓ યરદનમાંથી કોરી ભૂમિ પર થઈને પાર આવ્યા.

23 કેમકે જેમ તમારા દેવ યહોવાહે સૂફ સમુદ્રને કીધું એટલે અમે પાર ઉતરી રહ્યા સુધી તેં અમારી આગળથી સુકવી નાખ્યો તેમ તમારા દેવ યહોવાહે તમે તેની પાર ઉતરી રહ્યા ત્યાં સુધી તમારી આગળ યરદન નદીના પાણી સુકવી નાખ્યા;

24 એ માટે કે પૃથ્વીમાંના સર્વ લોકો જાણે કે યહોવાહનો હાથ બળવાન છે, ને તેઓ સર્વકાળ તમારા દેવ યહોવાહનો ભય રાખે.