2 અને એઓને કનાન દેશના શીલોહ આગળ તેઓને કહ્યું કે, યહોવાહે મુસાની હસ્તક એ પ્રમાણે આજ્ઞા આપી છે, કે અમને રહેવા સારૂ નગરો, ને અમારાં ઢોરોને સારૂ તેઓના પાદરો આપવાં.

3 અને ઇસ્રાએલપત્રોએ યહોવાહના કહ્યા પ્રમાણે, પોતાના વતનમાંથી આ નગરો અને એઓનાં પાદરો લેવીઓને આપ્યાં.

4 અને કહાથીઓનાં કુટુંબોને સારૂ ભાગ નિકળ્યો; અને લેવીઓમાંના હારૂન યાજકના દીકરાઓને ભાગ યહુદાહના કુળમાંથી, ને શિમઓનના કુળમાંથી, ને બિન્યામીનના કુળમાંથી તેર નગરો આવ્યા.

5 અને કહાથના બાકીનાં પુત્રોને ભાગ એફ્રાઈમના કુળના કુટુંબોમાંથી, ને દાનના કુળમાંથી, ને મનાશ્શેહના અર્ધ કુળમાંથી દસ નગરો આવ્યાં.

6 અને ગેર્શોનપુત્રોને ભાગ યિસ્સાખાર કુળના કુટુંબોમાંથી, ને આશેરના કુળમાંથી, ને નાફતાલીના કુળમાંથી ને બાશાનમાં મનાશ્શેહના અર્ધ કુળમાંથી તેર નગરો આવ્યાં.

7 મરારીના પુત્રોને ભાગ તેઓનાં કુટુંબો પ્રમાણે, રેઉબેનના કુળમાંથી, ને ગાદના કુળમાંથી, ને ઝબુલૂનના કુળમાંથી બાર નગરો આવ્યાં.

8 અને યહોવાહે મુસાની હસ્તક આજ્ઞા આપી હતી, તેમ ઇસ્રાએલપુત્રોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો ને એઓનાં પાદરો લેવીઓને આપ્યાં.

9 અને તેઓએ યહુદાહપુત્રોના કુળમાંથી, ને શિમઓનપુત્રોના કુળમાંથી, આ નગરો જેઓનાં નામો કહેલો છે, તે આપ્યાં;

10 અને લેવીપુત્રોમાંના, કહાથીઓના કુટુંબોમાંના, હારૂનના દીકરાઓને વાસ્તે એ હતા; કેમકે પેહલો ભાગ તેઓનો હતો.

11 આને તેઓએ તેઓને યહુદાહના પહાડી મુલકમાનું કીર્યાથ-આર્બા, એટલે અનાકના બાપ[નું નગર], (એટલે હેબ્રોન) તથા તેની ચોતરફનાં પાદરો આપ્યાં.

12 પણ નગરની સીમ ને તેના ગામો યફુન્નેહના પુત્ર કાલેબને તેઓએ વતન તરીકે આપ્યાં હતાં.

13 અને તેઓએ હારૂન યાજકના પુત્રોને, મનુષ્યઘાતકનું આશ્રયનગર, હેબ્રોન ને તેના પાદરો, તથા લિબ્નાહ ને તેનાં પાદરો;

14 ને યાત્તીર ને તેનાં પાદરો, તથા એશ્તમોઆ ને તેનાં પાદરો;

15 ન હોલોન ને તેના પાદરો, તથા દબીર ને તેના પાદરો;

16 ને આયિન ને તેના પાદરો, તથા યૂટ્ટાહ ન તેનાં પાદરો, બેથ-શેમેશ ને તેના પાદરો, એ પ્રમાણે તે બે કુળમાંથી નવ નગરો આપ્યાં.

17 અને બિન્યામીનના કુળમાંથી ગિબઓન ને તેનાં પાદરો, ગેબા ને તેનાં પાદરો;

18 અનાથોથ ને તેનાં પાદરો; તથા આલ્મોન ને તેનાં પાદરો; ચાર નગરો;

19 હારૂનપુત્રો, જે યાજક હતા, તેઓના સર્વ નગરો મળી તેર નગર ને તેઓના પાદરો હતાં.

20 અને કહાથ પુત્રોના કુટુંબો, એટલે કહાથના બાકીનાં પુત્રો એ લેવીઓને તો એઓનાં ભાગનાં નગરો એફ્રાઈમ કુળમાંથી મળ્યાં.

21 અને તેઓએ એફ્રાઈમના પહલી મુલકમાનું મનુષ્યઘાતકના આશ્રયનું નગર શખેમ ને તેનાં પાદરો, તથા ગેઝેર ને તેનાં પાદરો,

22 ને કિબ્સાઈમ ને તેનાં પાદરો, તથા બેથ-હોરોન ને તેના પાદરો; એ ચાર નગરો તેઓને આપ્યાં.

23 અને દાનના કુમાંથી એલ્તકે ને તેના પાદરો; ગિબ્બથોન ને તેના પાદરો;

24 આયાલોન ને તેના પાદરો, ગાથ-રિમ્મોન ને તેના પાદરો; એ ચાર નગરો પણ.

25 અને મનાશ્શેહના અર્ધકુળમાંથી તાઅનાખ ને તેનાં પાદરો, તથા ગાથ-રિમ્મોન ને તેના પાદરો; એ બે નગરો.

26 કહાથના બાકીના પુત્રોના કુટુંબોના સર્વ મળીને દસ નગરો ને તેઓના પાદરો હતાં.

27 અને લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને મનાશ્શેહના અર્ધકુળમાંથી મનુષ્યઘાતકનું આશ્રયનગર બાશાનમાનું ગોલાન ને તેનાં પાદરો, તથા બએશ્તરાહ ને તેના પાદરો, એ બે નગરો;

28 ને યિસ્સાખારના કુળમાંથી કિશ્યોન ને તેનાં પાદરો દાબરાથ ન તેનાં પાદરો;

29 યામૂર્થ ને તેના પાદરો, એન-ગાન્નીમ ને તેના પાદરો; એ ચાર નગરો.

30 અને આશેરના કુળમાંથી મિશઆલ ને તેના પાદરો, અબ્દોન ને તેના પાદરો;

31 હેલ્કાથ ને તેના પાદરો, તથા રહોબ ને તેના પાદરો; એ ચાર નગરો.

32 અને નાફ્તાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ ને તેના પાદરો, તથા હામ્મોથ-દોર ને તેનાં પાદરો, તથા કાર્તાન ને તેના પાદરો; એ ત્રણ નગરો આપ્યાં.

33 ગેર્શોનીઓનાં કુટુંબો પ્રમાણે, તેઓનાં સર્વ મળીને તેર નગરો ને તેઓનાં પાદરો હતા.

34 અને બાકી રહેલા લેવીઓને, એટલે મરારીના પુત્રોના કુટુંબોને, ઝબુલૂનના કુળમાંથી યોકનઆમ ને તેનાં પાદરો, તથા કાર્તાહ ને તેના પાદરો,

35 દિમ્નાહ ને તેના પાદરો, નાહલાલ ને તેના પાદરો; એ ચાર નગરો.

36 અને રેઉબેનના કુળમાંથી બેસેર ને તેના પાદરો, તથા યાહાસ ને તેના પાદરો;

37 કદેમોથ ને તેઓના પાદરો, તથા મેફાઆથ ને તેના પાદરો;એ ચાર નગરો.

38 અને ગાદના કુળમાંથી મનુષ્યઘાતકનું આશ્રયનગર, એટલે ગિલઆદમનું રામોથ ને તેના પાદરો, તથા માહનાઈમ ને તેના પાદરો;

39 હેશ્બોન ને તેના પાદરો, યાઝેર ને તેનાં પાદરો; સર્વ મળી ચાર નગરો.

40 આ બધા નગરો, મરારીપુત્રોના કુટુંબો પ્રમાણે, એટલે લેવીઓના બાકી રહેલા કુટુંબો પ્રમાણે, તેઓના હતા; અને તેઓને ભાગ બાર નગર આવ્યાં.

41 ઇસ્રાએલ પુત્રોના વતન મધ્યે લેવીના સર્વ નગરો તેઓના પાદરો સહિત ઉડતાળીસ હતાં.

42 આ નગરોમાંની પ્રત્યેક નગરની આસપાસ તેનાં પાદરો આવેલાં હતા; એજ પ્રમાણે એ સર્વ નગરોને હતું.

43 એ રીતે યહોવાહ ઇસ્રાએલને તે સઘળો દેશ આપ્યો, કે જે તેમના પિતૃઓને આપવાના તેણે સમ ખાધા હતા, ને તેઓ તેનું વતન પ્રાપ્ત કરીને તેમાં રહ્યા.

44 અને યહોવાહે તેઓં પૂર્વજો સાથે સમ ખાધા હતા, તે સર્વ પ્રમાણે તેઓને ચારોગમ વિસામો આપ્યો,ને તેઓના સર્વ શત્રુમાનો કોઇ તેઓની આગળ ટક્યો નહિ; યહોવાહે તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં આપ્યા.

45 યહોવાહે ઇસ્રાલેના ઘરનાઓને જે કંઈ સારા વચનો આપ્યાં હતા તેમાંથી એકે નિષ્ફળ થયું નહિ; સર્વ પુરા થયાં.