1 અને યહોવાહે જેમ કહ્યું હતું તેમ સારાહ પર તેણે કૃપાદૃષ્ટિ કીધી, જેવું યહોવાહે તેને કહ્યું હતું તેવું તેણે સારાહને કીધું.

2 અને સારાહ ગર્ભવતી થઇ; ને તે ઈબ્રાહીમને સારું, તેના ઘડપણમાં, જેમ દેવે તેને કહ્યું હતું, તેમ ઠરાવેલે સમયે દીકરો જણી.

3 અને ઇબ્રાહીમે જે દીકરો સારાહને પેટે તેને થયો તેનું નામ ઇસ્હાક પાડ્યું.

4 અને તેનો દીકરો ઇસ્હાક આઠ દહાડાનો થયો, ત્યારે દેવે તેને આજ્ઞા આપી હતી, તે પ્રમાણે ઇબ્રાહીમે તેની સુનત કીધી.

5 જયારે તેનો દીકરો ઇસ્હાક જન્મ્યો ત્યારે ઈબ્રાહીમ સો વર્ષનો હતો.

6 અને સારાહે કહ્યું, દેવે માની હસાવી છે; ને હરેક સાંભળનાર મારી સાથે હસશે

7 અને તેને કહ્યું, ઈબ્રાહીમને કોણ કહેત કે સારાહ છોકરાને ઘવડાવશે કેમકે તેના ઘડપણમાં હું તેને સારું દીકરો જણી છું.

8 અને તે બાળક મોટો થયો, ને તેનું ધાવણ મુકાવ્યું; ને ઇસ્હાકે દૂધ છોડ્યું, તે દહાડે ઇબ્રાહીમે મોટી મિજબાની કીધી.

9 અને હાગાર મીસરીને પેંટે ઈબ્રાહીમને જે દીકરો થયો હતો તેને સારાહે ચેષ્ટા કરતો દીઠો.

10 અને સારું તેને ઈબ્રાહીમને કહ્યું, આ દાસી તથા તેના દીકરાને કહાડી મૂક, કેમકે એ દાસીનો દીકરો મારા દીકરા ઇસ્હાકની જોડે વારસ નહિ થશે.

11 પણ એ વાત ઈબ્રાહીમની દ્રષ્ટિમાં પોતાના દીકરાને લીધે બહુ માઠી લાગી.

12 અને દેવે ઈબ્રાહીમને કહ્યું, તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડવું નહિ, જે સર્વ સારાહે તને કહ્યું છે, તેમાં તેનું સાંભળ, કેમકે ઇસ્હાકથી તારું સંતાન ગણાશે.

13 અને દાસીના દીકરાથી પણ હું એક દેશ જાતી ઉત્પન્ન કરીશ; કેમકે તે પણ તારું સંતાન છે.

14 અને ઇબ્રાહીમે મોટી સવારે ઉઠીને રોટલી તથા એક છાગળ પાણી લીધું, ને તે હાગારને આપી તેની ખાંધે મુક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો, ને તેને વિદાય કીધી; ને તે નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી.

15 અને છાગળનું પાણી થઇ રહ્યું ત્યારે તને છોકરાને એક ઝાડવા તળે મેલ્યો.

16 અને તે દૂર જઈને એક તિરવા જેટલે અંતરે જઈને તેની સામે બેઠી, કેમકે તેણે કહ્યું, છોકરાનું મરણ હું નાં જોઉં; ને તે તેની સામે બેઠી, ને પોક મુકીને રડી.

17 અને દેવે છોકરાનો સાદ સંભાળ્યો, અને દેવના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, હાગાર, તને શું થયું છે? બિહી ના, કેમકે જ્યાં છોકરો છે ત્યાંથી દેવે તેનો સાદ સંભાળ્યો છે.

18 ઉઠ, છોકરાને ઉચકી તેને તારા હાથમાં લે; કેમકે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ.

19 અને દેવે તેની આંખ ઉઘાડી, ને તેને એક પાણીનો કુવો દીઠો, ને તેને જઈને છાગળ પાણીથી ભરી ને છોકરાને પાયું.

20 અને દેવ તે છોકરાનો સાથે હતો, ને તે વધ્યો, ને અરણ્યમાં રહીને તીરંદાજ થયો.

21 અને તે પરાનના અરણ્યમાં રહ્યો; ને તેની માએ તેને સારું મિસર દેશમાંથી એક બાયડી લીધી.

22 અને તે સમયે એમ થયું, કે અભીમેલેખ ને તેના સેનાપતિ ફીકોલે ઈબ્રાહીમને કહ્યું, જે સર્વ તું કરે છે તેમાં દેવ તારી સાથે છે.

23 એ માટે હવે હિયાં મારી આગળ તું દેવના સન ખ, કે મારી સાથે, ને મારા દીકરા સાથે, ને મર દીકરાના દીકરો સાથે, તું દગો નહિ કરે,; પણ તારા પર મેં દયા કરી છે, તે પ્રમાણે મારા પર ને જ્યાં તું રહે છે તે દેશ પર તું દયા કરશે.

24 અને ઇબ્રાહીમે કહ્યું, હું સં ખાઇશ.

25 પછી અબીમેલેખના દસોએ પાણીનો એક કુવો બળાત્કારે લીધો હતો, તે માટે ઇબ્રાહીમે અબીમેલેખને ઠપકો દીધો.

26 અને અબીમેલેખ કહ્યું, એ કામ કોણે કર્યું છે, એ હું જાણતો નથી; ને તે પણ મને જણાવ્યું નહોતું, ને મેં આજ્જ એ સાંભળ્યું છે.

27 અને ઇબ્રાહીમે ઘેટાં તથા ઢોર લાવીને અબીમેલેખને આપ્યાં; ને તે બંનેએ કરાર કીધો.

28 અને ઈબ્રાહીમેં ટોળામાંથી સાત ઘેટી કહાડીને એક કોરે મેલી.

29 અને અબીમેલેખે ઈબ્રાહીમને કહ્યું કે, તે આ સાત ઘેટી એક કોરે મેલી તે શું?

30 ત્યારે તેણે કહ્યું, આ સાત ઘેટી મારા હાથથી તું લે, કે આ કુવો મેં ખોદ્યો છે તેની તેઓ મારે માટે સાક્ષી થાય.

31 એ માટે તે જગ્યાનું નામ તેણે બેરશેબા [એટલે સામનો કુવો] પાડ્યું, કેમકે ત્યાં તે બેહુએ સં ખાધા.

32 એમ તેઓએ બેરશેબામાં કરાર કીધો; ત્યારે અબીમેલેખ ને તેનો સેનાપતિ ફીકોલ ઉઠીને પલિસ્તીઓના દેશમાં પાછા ગયા.

33 અને ઇબ્રાહીમે બેરશેબામાં એક એશેલ વૃક્ષ રોપ્યું, ને ત્યાં યહોવાહ સનાતન દેવને નામે પ્રાર્થના કીધી.

34 અને ઈબ્રાહીમ બહુ દહાડા સુધી પલિસ્તીઓના દેશમાં રહ્યા.