1 પછી સદોમમાં સાંજે એ બે દૂત આવ્યા; અને લોટ સદોમની ભાગળમાં બેઠો હતો; ને લોટ તેઓને જોઇને મળવા ઉઠ્યો, ને પ્રણામ કર્યા.

2 અને તેણે કહ્યું, મારા સ્વામીઓ,જુઓ, હવે કૃપા કરોને વળીને તમારા દાસને ઘેર આવો,ને આખી રાત રહો, ને પોતાના પગ ધુઓ, ને મળસકે ઉઠીને પોતાને રસ્તે જજો. અને તેઓએ કહ્યું ના, પણ હંમે આખી રાર રસ્તામાં રહીશું.

3 અને તેઓ તેને બહુ આગ્રહ કરીને ત્યારે તેઓ વળીને તેને ત્યાં ગયા ને તેના ઘરમાં પેઠા. અને તેને તેઓને સારું ભોજન તૈયાર કીધું, ને બેખમીરી રોટલી કીધી, તે તેઓએ ખાધું.

4 પરંતુ તેઓનાં સુવા અગાઉ નગરના માણસોએ, એટલે સોદામના માણસોએ, નાના મોટાં, સઘળા લોકોએ બધેથી આવીને ઘરને ઘેરી લીધું.

5 અને લોટને હાક મારીને તેને કહ્યું, જે માણસો આજ રાત્રે તારી પાસે આવ્યા તેઓ ક્યાં છે? તેઓને હમારી પાસે બહાર લાવ, કે હંમે તેઓને જાણીએ.

6 અને લોટ બારણા આગળ તેઓની પાસે ગયો, ને પોતાની પાછળ બારણું બંધ કીધું,

7 ને તેણે કહ્યું, મારા ભાઈઓ, કૃપા કરી તમે એવું દુષ્ટ કામ ના કરશો.

8 હવે જુઓ, મારી બે દીકરીઓ છે, તેઓએ પુરુષને જાણ્યો નથી; મરજી હોય તો હું તેઓને તમારી પાસે લાવું, ને જે તમને સારું લાગે, તે તેઓને કરો; પણ એ માણસોને કાઈ ન કરો; કેમકે તેઓ મારા છાપરાના આશ્રય તળે આવ્યા છે.

9 અને તેઓએ કહ્યું, હટી જાઓ; પછી તેઓ બોલ્યા કે, આ માણસ હમારામાં રહેવાને આવ્યો, ને હવે ન્યાયાધીશ થઇ બેઠો છે. હવે તેઓનાં કરતા અમે તને વધારે દુઃખ દઈશું, ને તેઓએ તે માણસ પર, એટલે લોટ પર, બહુ ધકાધકી કીધી, ને કમાડ ભાંગવાને પાસે આવ્યા.

10 પણ પેલા પુરુષો પોતાના હાથ લાંબા કરીને પોતાની પાસે ઘરમાં લોટને ખેંચી લીધો, ને બારણું બંધ કીધું.

11 અને ઘરના બારણા પાસે જે હતા, તે નાનાં મોટાં સર્વને તેઓએ આંધળા કીધા; માટે તેઓ બારણું શોધતા શોધતા થાકી ગયા.

12 અને તે માણસોએ લોટને કહ્યું કે, હિયાં તારા બીજા કોઈ છે? તારા જમાઈને, તથા તારા દીકરાઓને, તથા નગરમાં જે સર્વ તારા હોઈ તેઓને, આ જગ્યામાંથી કાઢ.

13 કેમકે, અમે આ જગ્યાનો નાશ કરીશું, કારણ કે તેઓનો બુમાટો યહોવાહની આગળ મોટો થયો છે, ને તેનો નાશ કરવાને યહોવાહે અમને મોકલ્યા છે,

14 અને લોટ નીકળ્યો, ને તેની દિકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને કહ્યું, ઉઠો, આ જગ્યામાંથી નીકળી જાઓ, કેમકે યહોવાહ આ નગરોનો નાશ કરશે. પણ તે ઠઠ્ઠો કરતો હોય એમ તેના જમાઈઓનો લાગ્યું.

15 અને મળસકે દૂતોએ લોટને તાકીદ કરીને કહ્યું, ઉઠ તારી બાયડીને તથા તારી બે દીકરીઓ જે હિયાં છે તેઓને સાથે લે, રખે નગરની ભૂંડાઈથી તારો નાશ થાય.

16 પણ તે વિલંબ કરતો હતો ત્યારે, યહોવાહ તેના પર કૃપાળુ હતો માટે, તે પુરુષોએ તેનો હાથ તથા તેની બાયડીનો હાથ તથા તેની બે દીકરીઓના હાથ પકડ્યા; ને તેઓને તેને કાઢીને નગરની બહાર પહોંચાડયા.

17 અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી [યહોવાહે] તેને કહ્યું, તું પોતાનો જીવ લઈને નાસી જા, તારી પછવાડે નાં જોતો, ને નીચાણમાં કોઈ ઠેકાણે ન રેહતો, તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.

18 અને લોટે તેઓને કહ્યું,ઓ મારી સ્વામી, એમ તો નહિ;

19 હવે, જો, તારો દાસ તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે, ને તારી કૃપા જે મારો જીવ બચાવવામાં તે મારા પર કરી છે, તે મોટી છે; પર હું પહાડ પર નાસી જઈ શકતો નથી, રખે મારા પર સંકટ આવી પડે, ને હું મરી જાઉં.

20 હવે, જો, આ નગર પાસે છે માટે ત્યાં નાસી જવાનું સહેલ છે, ને તે નાનું છે; ત્યાં મને નાસી જવા દે (શું તે નાનું નથી?) તો મારો જીવ બચશે.

21 અને તેણે તેને કહ્યું કે, જો, આ વાત વિષે પણ મેં તારું સાંભળ્યું છે, જે નગર વિષે તું બોલ્યો છે, તેનો નાશ હું નહિ કરીશ;

22 તું ઉતાવળે ત્યાં નાસી જા, કેમકે તારા ત્યાં પહોંચ્યા સુધી હું કઈ કરી શકતો નથી; એ માટે તે નગરનું નામ સોઆર પડ્યું.

23 લોટ સોઆરમાં પેઠો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઉગ્યો હતો.

24 ત્યારે યહોવાહે સદોમ તથા ગમોરાહ પર ગંધક તથા આગ યહોવાહ પાસેથી આકાશમાંથી વરસાવ્યા.

25 અને તેણે તે નગરનો તથા આખા નીચાણનો તથા નગરમાં સર્વ રહેનારાનો તથા ભૂમિ પર ઊગેલાંનો નાશ કીધો.

26 પણ તેની બય્ડીએ તેની પછવાડેથી પાછળ જોયું, ને તે ખારનો થાંભલો થઇ ગઈ.

27 અને ઈબ્રાહીમ મોટી સવારે ઉઠ્યો ને જ્યાં યહોવાહની આગળ ઉભો રહ્યો હતો ત્યાં ગયો,

28 ને તેણે સદોમ તથા ગ્મોરાહની ભણી તથા આખા નીચાણના પ્રદેશ ભણી નજર કરી; ને જુઓ, ભઠ્ઠીના ધુમાડાની પેઠે તે દેશનો ધુમાડો ઉપર ચઢતો હતો.

29 અને એમ થયું કે દેવે નીચાણનાં નગરોનો નાશ કીધો, ત્યારે દેવે ઇબ્રાહીમનું સ્મરણ કીધું, ને જ્યાં લોટ રેહતો હતો, તે નગરનો નાશ કીધો, તે વારે તે નાશ મધ્યેથી તે લોટને બહાર કાઢી લાવ્યા.

30 પછી લોટ સોઆરમાંથી નીકળીને પોતાની બે દીકરીઓ સુદ્ધાં પહાડમાં જઈ રહ્યો; કેમકે સોઆરમાં રેહતા તે બીધો, ને પોતાની બે દીકરીઓ સુદ્ધાં ગુફામાં રહ્યો.

31 અને વડી દીકરીએ નાનીને કહ્યું કે, આપણો બાપ ઘરડો છે, ને આખી દુનિયાની રીત પ્રમાણે આપણી પાસે આવવાની દુનિયા ઉપર કોઈ પુરુષ નથી.

32 ચાલો, આપણા બાપને દ્રાક્ષરસ પાઈયે, ને તેની સાથે આપણે સુઈયે, કે આપણાથી આપણા બાપનું સંતાન રહે.

33 અને તેઓએ પોતાના બાપને તેજ રાત્રે દ્રાક્ષરસ પાયો; ને વડી જઈને પોતાના બાપની સાથે સુતી, પણ તે ક્યારે સુતી ને ક્યારે ઉઠી, એ તેણે જાણ્યું નહિ.

34 અને સવારે એમ થયું, કે વાડીએ નાનીને કહ્યું કે, જો, કાલ રાત્રે હું પોતાના બાપની સાથે સુતી, આજ રાત્રે પણ આપણે તેને દ્રાક્ષરસ પાઈયે, ને તું પણ જઈને તેની સાથે સુ, કે આપણાથી આપણા બાપની સંતાન રહે.

35 અને તેઓએ તે રાત્રે પણ પોતાના બાપને દ્રાક્ષરસ પાયો, ને નાની ઉઠીને તેની સાથે સુતી, પણ તે ક્યારે સુતી ને ક્યારે ઉઠી, એ તેને જાણ્યું નહિ.

36 એમ લોટની બંને દીકરીઓ પોતાના બાપથી ગર્ભવતી થઇ.

37 અને વડી એક દીકરો જણી, ને તેનું નામ મોઆબ પાડ્યું; તેજ લગીના મોઆબીઓનો આદિ પિતા હતો.

38 અને નાની પણ એક દીકરો જણી, ને તેનું નામ બેનઆમ્મી પાડ્યું; તેજ આજ લગીના અમોનપુત્રોનો આદિ પિતા હતો.