1 આદિએ દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કીધા.
2 અને પૃથ્વી અસ્તાવ્યસ્ત થથા ખાલી હતી, ને જલનિધિ પર અંધારું હતું: ને દેવનો આત્મા પાણી પર હાલતો થયો.
3 અને દેવે કહ્યું, અજવાળું થાઓ, ને અજવાળું થયું.
4 ને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે; ને દેવે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા.
5 ને દેવે અજવાળાને દહાડો કહ્યો, ને અંધારાને રાત કહી. અને સાંજ હતી તથા સવાર હતી, પએહ્લો દિવસ.
6 અને દેવે કહ્યું ક , પાણીનો વચ્ચે અંતરીક્ષ થાઓ, ને પાણીને પાણીથી જુદા કરો.
7 અને દેવે અંતરીક્ષ બનાવ્યું, ને અંતરીક્ષની તળેના પાણીને અંતરીક્ષની ઉપરના પાણીથી જુદા કીધા, ને તેવું થયું.
8 ને દેવે તે અન્તરીક્ષને આકાશ કહ્યું. ને સાંજ હતી, તથા સવાર હતી, બીજો દિવસ.
9 અને દેવે કહ્યું કે , આકાશ તળેના પાણી એક જગ્યામાં એકતતા થાઓ, ને કોરી ભૂમિ દેખવામાં આવો; ને તેવું થયું.
10 ને દેવે કોરી ભૂમિને પૃથ્વી કહી, ને એકતા થયેલા પાણીને સમુદ્ર કહ્યા. ને દેવે જોયું કે તે સારું છે.
11 અને દેવે કહ્યું કે ઘ્હાસ તથા બીજ્દાયક શાક તથા ફલ્વૃક્ષ પોતપોતાની જાત પરમને ફલદાયક, જેના બીજ પોતામાં પૃથ્વી પર છે, તેઓને પૃથ્વી ઉગાવે, ને એમ થયું.
12 ને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજ્દાયક શાક ને પોતપોતાની જાત પ્રમાણે ફલદાયક વૃક્ષ, જેના બીજ પોતામાં છે, તેઓને પૃથ્વીએ ઉગાવ્યા; ને દેવે જોયું કે તે સારું છે.
13 ને સાંજ હતી તથા સવાર હતી, ત્રીજો દિવસ.
14 અને દેવે કહ્યું કે, રાત દહાડો જુદા કરવા સારું, આકાશમાં અંતરીક્ષમાં જ્યોતિઓ થાઓ, ને તેઓ ચીન્હોચીન્હો તથા ઋતુઓ તથા દિવસો તથા વારોને અર્થે થાઓ.
15 ને તેઓ પૃથ્વી પર અજવાળું આપવા સારરૂ, આકાશના અંતરીક્ષમાં જ્યોતિઓ થાઓ; ને તેવું થયું.
16 અને દેવે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ ને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યોતિ એવી બે મોટી જ્યોતિ બનાવી, ને તારાઓ ને પણ બનાવ્યા.
17 ને દેવે પૃથ્વી પર અજવાળું આપવાને,
18 તથા દહાડા તથા રાત પર અમલ ચલાવવાને, ને અજવાળું તથા અંધારું જુદા કરવાને, આકાશના અંતરીક્ષમાં તેઓને સ્થિર કીધા; ને દેવે જોયું કે સારું છે.
19 ને સાંજ હતી, તથા સવાર હતી, ચોથો દિવસ.
20 અને દેવે કહ્યું કે જીવ્જન્તુઓને પાણી પુષ્કળ ઉપજો, તથા પૃથ્વી પરના આકાશના અન્રીક્ષમાં પક્ષિયોં ઉડો.
21 ને દેવે મોટા માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવ્જન્તુઓને, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્ય તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના પક્ષિને ઉત્પન્ન કીધા; ને દેવે જ્યોં કે તે સારું છે.
22 ને દેવે તેઓને આશીર્વાદ દઈને કહ્યું કે, સફળ થાઓ, ને વધો ને સમુદ્રમાંના પાણી ભરપુર કરો, ને પૃથ્વી પર પક્ષિયોં .
23 અને સાંજ હતી તથા સવાર હતી, પાંચમો દિવસ.
24 અને દેવે કહ્યું કે, પ્રાણીઓને જાત પ્રમાણે, એટલે ગ્રામપશુઓ તથા પેટે ચાલનારા તથા વાન્પશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજો; ને તેવું થયું.
25 ને દેવે પોતપોતાની જાત પ્રમાણે વાન્પશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરના બધા પેટે ચાલનારને બનોયા; ને દેવે જોયું કે તે સારું છે.
26 અને દેવે કહ્યું કે, આપને પોતાના સ્વારૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, ને તેઓ સમુદ્રના માછલા પર, તથા આકાશના પક્ષિયોં પર, તથા ગ્રામ્પશુઓ પર તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળા પરનો પર અમલ ચલાવે.
27 એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કીધું, દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કરી, તેણે તેઓને નરનારી ઉત્પન્ન કીધા.
28 ને દેવે તેઓને આશીર્વાદ દીધો, ને દેવે તેઓને કહ્યું કે, સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપુર કરો, ને તેને વશ કરો; ને સમુદ્રનામાછલા પર, તથા આકાશના પક્ષિયોન પર તથા પૃથ્વી પર ચાલનારાં સઘળા પ્રાણિયો પર અમલ ચલાવો.
29 ને દેવે કહ્યું કે, જાઓ, હરેક બીજ્દાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજ્દાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યા છે, તેઓ તમને ખોરાકને સારું થશે.
30 ને પૃથ્વીનું હરેક પશુ, તથા આકાશ્માંનું હરેક પક્ષીતથા પૃથ્વી પર પેટે ચાલનારું હરેક પ્રાણી જેમાં જીવનો શ્વાસ છે, તેઓને ખોરાકને સારું મેં સર્વ લીલોતરી આપી છે; ને તેવું થયું.
31 અને દેવે, જે સર્વ ઉત્પન્ન કીધું તે જોયું; ને, જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ હતી, તથા સવાર હતી, છઠ્ઠો દિવસ.