1 છોકરાં, પ્રભુમાં તમારાં માબાપને માનો, કેમકે તે યથાન્યાય છે.
2 તારા બાપ તથા તારા માનું સન્માન કર (તે વચનસહિત પહેલી આજ્ઞા છે),
3 એ સારૂ કે તારું ભલું થાય, ને પૃથ્વી પર તારું આયુષ્ય લાંબું થાય.
4 અને બાપો, તમારાં છોકરાંને ન ચીડવો, પણ પ્રભુની શિક્ષા તથા બોધમાં તેઓને ઉછેરો.
5 દાસો, બીકથી તથા ધાકથી ને હૃદયના ભોળાપણામાં, જેમ ખ્રીસ્તને તેમ, દેહ પ્રમાણે જે ઘણીઓ તેઓને માનો;
6 માણસોને પ્રસન્ન કરનારાઓની પેઠે આંખ આગળથી ચાકરી પ્રમાણે નહિ, પણ ખ્રીસ્તના દાસોની પેઠે, જીવથી દેવની ઈચ્છા પુરી કરો,
7 માણસોની ચાકરી નહિ, પણ જાને કે પ્રભુની હોય તેમ સંતોષથી કરો;
8 એવું જાણીને કે જે કંઇ સારૂ કોઈ કરે, તે દાસ હોય કે મોકળો હોય પણ પ્રભુથી તેજ પાછું પામશે.
9 અને ઘણીઓ, તમે તેઓ વિષે એમજ કરો; ધમકી છોડો, ને જાણો કે તેઓનો તથા તમારો પણ ઘણી આકાશમાં છે, ને તેની પાસે પક્ષપાત નથી.
10 છેલ્લું, મારા ભાઈઓ, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિવાન થાઓ.
11 શેતાનની યુક્તિઓની સામે, તમે સ્થિર રહી શકો, માટે દેવના સર્વ હથિયારો સજો.
12 કેમકે રક્ત તથા માંસની સામે આપણું મલયુદ્ધ નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, જગતમાંના આ અંધકારનાં સત્તાધારીની સામે, આકાશીઓમાં ભુંડાઇનાં આત્મિક [લશ્કરો]ની સામે છે.
13 એ માટે દેવનાં સર્વ હથિયારો લો, કે તમે ભુંડે દહાડે અટકાવી શકો, ને સર્વ કરીને ઉભા રહી શકો.
14 એ માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખ્તર પહેરીને
15 તથા શાંતિની સુવાર્તાની તૈયાર પગોમાં પહેરીને, ઉભા રહો.
16 સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ લો, જેથી ભુંડાના બળતા ભલાઓ હોલવી શકશો.
17 અને તારણનો ટોપ તથા આત્માની તરવાર જે દેવની વાત છે, તે લો.
18 આત્મામાં સર્વ પ્રાર્થના તથા વિનંતી હરવખત કરો, ને તેજ માટે સઘળા પવિત્રો વિષે સર્વ હેઠેઠથી તથા વિનંતીથી જાગતા રહો,
19 ને મારે વાસ્તે પણ, કે જે સુવાર્તાને સારું હું સાંકળોમાં એલચી છું, તેનો ભેદ જણાવવાને મને મારું મ્હો ઉઘાડીને બોલવાને માટે હિમ્મત અપાય,
20 અને કે તેમાં જેમ બોલવું ઘટાર્થ છે, તેમ બોલવાને હું હિમ્મતવાન થાઉં.
21 વળી મારે વિષેની વાતો, ને હું શું કરું છું, તે તમને પણ જણાય, માટે તુખીકસ જે પ્રિય ભાઇ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક તે તમને સર્વ જણાવશે.
22 તેને મેં તમારી પાસે એજ માટે મોકલ્યો, કે તમે અમારી અવસ્થા જાણો, ને તે તમારાં હૃદયોને દિલાસો દે.
23 દેવ બાપથી તથા પ્રભુ ઇસુ ખ્રીસ્તથી, ભાઈઓને શાંતિ તથા વિશ્વાસ સહિત પ્રીતિ થાઓ.
24 જેઓ આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્ત પર નિષ્કપટ પ્રીતિ રાખે છે તેઓ સર્વની સાથે કૃપા થાઓ. આમેન. 1