1 પણ શાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોની વિરુદ્ધ કતલ કરવાની ધમકીઓ ઉચ્ચારતો પ્રમુખ્ય યાજકની પાસે ગયો.

2 અને તેની પાસેથી દમસ્ક્માંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગે કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમમાં લાવે.

3 એવું બન્યું કે તે ચાલતાં ચાલતાં દમાસ્ક પાસે પહોંચ્યો અને ત્યારે એકાએક તેની આસપાસ આકાશથી એક પ્રકાશ ચમક્યો.

4 અમે તે ભોંય પર પડ્યો, અને તેની સાથે બોલતી એવી એક વાણી તેણે સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?

5 ત્યારે તેણે કે કહ્યું કે પ્રભુ, તું કોણ છે? ને તેણે કહ્યું કે, હું ઇસુ છું, કે જેને તું સતાવે છે;

6 પણ તું ઉઠ, ને શહેરમાં જા, ને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.

7 અને તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઇ ગયા, કેમકે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને દીઠો નહિ.

8 પછી શાઉલ ભોંય પરથી ઉઠ્યો; ને તેની આંખો ઉધડી ત્યારે તે કંઈ દેખી શક્યો નહિ; ને તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કમાં દોરી ગયા.

9 અને તર્ક દિવસ સુધી તે દેખી શક્યો નહિ., ને તેણે કંઈ ખાધું કે પીધું નહિ.

10 હવે દમ્સ્કમાં અનાનિયા નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શનમાં કહ્યું કે, અનાનિયા; ત્યારે તેણે કહ્યું કે, ઓ પ્રભુ, હું આ રહ્યો.

11 ત્યારે પ્રભુએ તેને કહ્યું કે, ઉઠીને પાધરા નામના રસ્તામાં જા, ને શાઉલ નામે તાર્સસના એક માણસ વિષે યહુદાના ઘરમાં ખબર કાઢ; કેમકે જો, તે પ્રાર્થના કરે છે;

12 અને તેણે [દર્શનમાં] એવું જોયું છે કે, અનાનિયા નામે એક માણસ માંહે આવીને, તે દેખતો થાય માટે તેના પર હાથ મુકે છે.

13 પણ અનાનિયાએ ઉત્તર દીધો કે, પ્રભુ મેં ઘણાથી એ માણસ વિષે સાંભળ્યું છે કે યરુશાલેમમાંના તારા સંતોને તેણે કેટલું બધું દુઃખ દીધું છે;

14 અને જેઓ તારા નામની પ્રાર્થના કરે છે તે સર્વને બાંધવા સારૂ મુખ્ય યાજકો પાસેથી અહિં પણ તેને અધિકાર છે.

15 પણ પ્રભુએ તેને કહ્યું કે, તું ચાલ્યો જા; કેમકે વિદેશીઓ, તથા રાજાઓ, તથા ઇસ્રાએલપુત્રોની આગળ મારું નામ પ્રગટ કરવા સારૂ એ મારું પસંદ કરેલું પાત્ર છે.

16 કેમકે મારા નામને લીધે તેને કેટલું દુઃખ સેહવું પડશે, એ હું તેને દેખાડીશ.

17 ત્યારે અનાનિયા ચાલ્યો ગયો, ને તે ઘરમાં પેઠો; ને તેના પર પોતાના હાથ મુકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઇસુ જે તને માર્ગ આવતા દેખાયો, તેણે મને મોકલ્યો છે, એ માટે કે તું દેખતો થાય, ને પવિત્ર આત્માથી ભરપૂર થાય.

18 ત્યારે તેની આંખો પરથી તત્કાળ છાલાં જેવું કંઈ ખરી પડ્યું, ને તે દેખતો થયો, ને ઉઠીને તે બાપ્તિસમાં પામ્યો;

19 ને તેણે અન્ન ખાધું ત્યારે તેને શક્તિ આવી. અને તે દમાસ્કમાંના શિષ્યોની સાથે કેટલાએક દિવસ રહ્યો.

20 ને તેણે લાગલોજ સભાસ્થાનોમાં ઈસુને પ્રગટ કીધો કે, તે ડેનો દીકરો છે.

21 અને જેઓએ તેનું સાંભળ્યું તેઓ સર્વ વિસ્મિત થઈને બોલ્યા કે, જેણે આ નામની પ્રાર્થના કરનારાઓનો યરુશાલેમમાં ઘાણ વાળ્યો, ને જે એ કામને સારૂ અહિં આવ્યા છે કે તેઓને બાંધીને મુખ્ય યાજકોની પાસે લઇ જાય, તે શું એ નથી?

22 પણ શાઉલ સામર્થ્યમાં વધતો ગયો, ને [ઇસુ] તેજ ખ્રિસ્ત છે એના પ્રમનો આપીને તેણે દમસ્કમાં રહેનારા યહુદીઓને હરાવી નાખ્યા.

23 અને ઘણા દિવસ વિત્યા પછી યહુદીઓએ તેને મારી નાખવાની મસલત કીધી.

24 પણ તેઓનું કાવતરું શાઉલને માલમ પડ્યું. અને તેઓએ તેને મારી નાખવા સારૂ રાત દહાડો ભાગ્લોની પણ ચોકી કરી;

25 પણ તેના શિષ્યોએ તેને રાત્રે ટોપલામાં [બેસાડીને] કોટ ઉપરથી ઉતારી મુક્યો.

26 અને તેણે યરુશાલેમમાં આવીને શિષ્યોની સાથે મળી જવાની કોશિશ કીધી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમકે તે શિષ્ય છે એવું તેઓ માનતા ન હતા.

27 પણ બર્નાબાસ તેને પ્રેરિતોની પાસે તેડી ગયો, ને કેવી રીતે તે માર્ગમાં પ્રભુને દીઠો, ને કેવી રીતે તે તેની સાથે બોલ્યો, ને તેણે કેવી રીતિ દમસ્કમાં ઈસુને નામે હિમ્મતથી ઉપદેશ કર્યો, એ તેણે તેઓને કહી દેખાડ્યું’.

28 અને યારુશાલેમમાં તેઓની સાથે તે આવજા કરતો રહ્યો;

29 અને તે હિમ્મતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, ને હેલેની યહુદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાનો લાગ શોધતા હતા.

30 અને ભાઈઓએ તે જાણ્યું ત્યારે તેઓ તેને કાઈસારીઆમાં લઇ ગયા, ને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.

31 ત્યારે આખા યહુદાહ, તથા ગાલીલ, તથા સમરૂનમાંની મંડળી સ્થાપિત થઈને શાંતિ પામી, ને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ.

32 અને એમ થયું કે પીતર બધે ફરતો ફરતો લુદામાંરહેનારા સંતોની પાસે પણ આવ્યો.

33 અને ત્યાં તેને એનયસ નામ એક જન મળ્યો, જે આઠ વરસથી ખાટલે પડેલો હતો, કેમકે તે પક્ષઘાતી હતો.

34 અને પીતરે તેને કહ્યું કે, એનયસ, ઇસુ ખ્રિસ્ત તને સાજો કરે છે; ઉઠ, ને તારું બીચનું પાથર; એટલે તે તરત ઉઠ્યો.

35 અને લુદા તથા શારોનના બધા રહેવાસીઓ તેને જોઇને પ્રભુ તરફ વળ્યા.

36 હવે જોપ્પમાં એલ શિષ્યોણ હતી, જેનું નામ તબીથા, એટલે દરકાસ, હતું, તે બાઈ રૂડી કરણીઓ તથા દાન કરવામાં પુરી હતી.

37 અને તે દિવસોમાં એમ થયું કે તે માંદી પડીને મરી ગઈ; ને તેઓએ તેને નવડાવીને મેડીએ સુવાડી.

38 અને લુદા જોપ્પા પાસે હતું માટે પીતર ત્યાં છ એવું સાંભળીને શિષ્યોએ બે માણસોને તેની પાસે એવી આજીજી કરવાને મોકાહ્ય કે, અમારી પાસે આવવાને તું ઢીલ કરતો ના.

39 ત્યારે પીતર ઉઠીને તેઓની સાથે ગયો, ને તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને મેડી ઉપર તેડી ગયા; ને સઘળી વિધવાઓ તેની પાસે ઉભી રહીને રડતી હતી, ને દરકાસ તેઓની સાથે હતી ત્યારે તેણીએ જે અંગરખા તથા લુંગડા બનાવ્યા હતા તે દેખાડતી હતી.

40 પણ પીતરે તે સર્વને બહાર કાઢીને ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કીધી, પછી મુડદા તરફ ફરીને તેનેકહ્યું કે, તબીથા, ઉઠ; ત્યારે તેણીએ પોતાની આંખો ઉઘાડી, ને પીતરને જોઇને તે બેઠી થઇ.

41 પછી તેણે તેને હાથ આપીને ઉઠાડી; ને સંતોને તથા વિધવાઓને બોલાવીને તેને જીવતી દેખાડી.

42 અને આખા જોપ્પમાં એની જાન પડી, ને ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.

43 પછી એમ થયું કે જોપ્પમાં સીમોન નામે એક ચમારને ત્યાં તે ઘણા દહાડા રહ્યો.