1 અને દાઉદે ઇસ્રાએલમાંથી ચુંટી કાઢેલા સર્વ માણસોને ફરીથી એકઠા કીધા; તેઓ ત્રીસ હજાર હતા.

2 અને દાઉદ ઉઠ્યો, ને પોતાની સાથેના સર્વ લૂને લઈને, દેવનો કોષ, એટલે કરૂબો ઉપર બિરાજનાર સૈન્યોનો યહોવાહના નામનો કોષ ત્યાંથી લાવવા સારૂ બાઅલે-યહુદાહથી નિકળ્યો.

3 અને તેઓએ દેવના કોષને એક નવાં ગાડાંમાં ઘાલીને, અબીનાદાબનું ઘર જે ગિબઆહમાં હતું, ત્યાંથી લાવતાં હતા, ને અબીનાદાબના દીકરા ઉઝ્ઝાહતથા આહયોતે નવું ગાડું હાંકતા હતા.

4 અને અબીનાદાબનું ઘર જે ગિબઆહમાં હતું, ત્યાંથી તેઓ તેં દેવના કોષ સહિત લાવતાં હતા; અને આહયો કોષ આગળ ચાલતો હતો.

5 અને દાઉદ તથા ઇસ્રાએલના આખા ઘરના લોકો દેવદારના લાકડાંના સર્વ પ્રકારના વાંજીત્રો તથા વીણા, તથા સતાર, તથા ડફ, તથા કરતાલ તથા ઝાંઝ યહોવાહ આગળ વગાડતાં હતા.

6 અને તેઓ નાખોનના ખળા પાસે આવ્યા, ત્યારે ઉઝ્ઝાહે પોતાનો હાથ દેવના કોષ તરફ લાંબો કરીને તેને પકડ્યો, કેમકે બળદોએ ઠોકર ખાધી.

7 અને યહોવાહનો ક્રોધ ઉઝ્ઝાહ ઉપર સળગ્યો, ને દેવે તેને તેના અપરાધને લીધે ત્યાં માર્યો, ને ત્યાં દેવના કોષ આગળ તે મરણ પામ્યો.

8 અને યહોવાહ ઉઝ્ઝાહ ઉપર તુટી પડ્યો હતો, તેથી દાઉદને માઠું લાગ્યું, ને તેણે તે જગ્યાનું નામ પેરેસ-ઉઝ્ઝાહ પાડ્યું,તે નામ આજ સુધી છે.

9 અને દાઉદને તે દિવસે યહોવાહનો ડર લાગ્યો, ને તેણે કહ્યું કે, યહોવાહનો કોષ મારી પાસે કેમ કરી આવી શકે?

10 એમ દાઉદ યહોવાહનો કોષ પોતાની પાસે દાઉદના નગરમાં લઇ જવા ઈચ્છતો નહોતો; પણ દાઉદ તેને બીજી જગ્યાએ, એટલે ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં, લઇ ગયો.

11 અને યહોવાહનો કોષ ઓબેદ-અદોમ ગિત્તીના ઘરમાં ત્રણ માંસ રહ્યો, ને યહોવાહ ઓબેદ-અદોમને તથા તેના ઘરનાં સર્વને આશીર્વાદ દીધો.

12 અને દાઉદ રાજાને કોઇએ એવા સમાચાર કહ્યા કે, યહોવાહે દેવના કોષને લીધે ઓબેદ-અદોમમાં ઘરનાંને તથા તેના સર્વસ્વને આશીર્વાદ દીધો છે. અને દાઉદ જઈને દેવના કોષને ઓબેદ-અદોમના ઘરમાંથી દાઉદના નગરમાં ઉત્સવ સાથે લઇ આવ્યો.

13 અને એમ થયું કે, દેવનો કોષ ઉચકનારા છ ડગલા ચાલ્યા, એટલે તેણે એક બળદ તથા એક પુષ્ટ પશુનો યજ્ઞ કીધો.

14 અને દાઉદ યહોવાહની આગળ પોતાન સઘળાં બળથી નાચતો હતો, ને દાઉદે સણનો એફોદ અંગે વીંટાળેલો હતો.

15 એ પ્રમાણે દાઉદ તથા ઇસ્રાએલના ઘરનાં સર્વ લોક જય જયનો પોકાર કરતા તથ્હા રણશિંગડા વગાડતા, દેવનો કોષ લઈને આવતા હતા.

16 અને યહોવાહનો કોષ દાઉદના નગરમાં પેસતો હતો તે વેળાએ એમ બન્યું કે, શાઉલની દીકરી મીખાલે, બારીમાંથી નજર કરીને, દાઉદ રાજાને યહોવાહ આગળ કૂદતો તથા નૃત્ય કરતો દીઠો, ને તેણીએ તેને પોતાના અંતઃકરણમાં તુચ્છ કીધો.

17 અને તેઓએ યહોવાહનો કોષ માંહે લઇ જઈને, જે મંડપ દાઉદે તેને સારૂ સિદ્ધ કીધો હતો, તે મધ્યે તેને તેની જગ્યાએ મુક્યો; ને દાઉદે યહોવાહની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કીધાં.

18 અને દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરી રહ્યા પછી, દાઉદે સૈન્યના યહોવાહને નામે લોકોને આશીર્વાદ દીધો.

19 અને તેણે સર્વ લોકને, એટલે ઇસ્રાએલના આખા સમુદાયને, જેમ પુરૂષને તેમજ સ્ત્રીને, એક એક રોટલી, તથા કેટલુંક માંસ, તથા સુકી દ્રાક્ષની એકેક બાટી વહેંચી આપ્યાં; ને સર્વ લોક પોતપોતાને ઘેર વિદાય થયા.

20 પછી દાઉદ પોતાના ઘરનાંને આશીર્વાદ દેવા પાછો આવ્યો; ને શાઉલની દીકરી મીખાલે દાઉદને મળવાને બાહર અઆવીને કહ્યું કે આજ ઇસ્રાએલનો રાજા કેટલો મહિમાવાન દેખાતો હતો! કેમકે જેમ કોઇ હલકો માણસ નિર્લજ્જતાથી નગ્ન થાય,તેમ તે પોતાના ચાકરોની દાસીઓના દેખતાં આજ નવસ્ત્રો થયો.

21 અને દાઉદે મીખાલને કહ્યું કે, એ તો યહોવાહની આગળ મેં કર્યું, કેમકે મને યહોવાહના લોક ઇસ્રાએલ પર અધિકારી ઠરાવવા સારૂ, તારાં બાપ કરતાં તથા તેના ઘરનાં સર્વ કરતાં તેણે મને પસંદ કર્યો છે, માટે હું યહોવાહ આગળ ઉત્સાહ કરીશ.

22 અને તે કરતાં પણ હું હલકો થઈશ, ને મારી પોતાની દૃષ્ટીમાં નીચ થઈશ; પણ જે દાસીઓ વિષે તું બોલી છે, તેઓથી હું સન્માન પામીશ.

23 અને શાઉલની દીકરી મીખાલને તેણીના મરણના દિવસ સુધી કંઈ છોકરૂં થયું નહિ.