1 જેટલા દાસ ઝુંસરી તળે છે તેટલાએ પોતાના ઘણીઓને પુરા માનયોગ્ય ગણવા, એ સારૂ કે દેવના નામની તથા ઉપદેશની નિંદા ન થાય.
2 અને જેઓને વિશ્વાસી ઘણીઓ છે, એ ઘણીઓ ભાઈઓ છે, તે કારણથી તેઓએ તેમને ન વખોડવા, પણ તેમની ચાકરી વિશેષ કરવી, કેમકે જેઓ ઉપકાર પામે છે તેઓ વિશ્વાસી તથા પ્રિય છે. એ વાતો શિખવ ને બોધ કર.
3 જો કોઈ બીજો ઉપદેશ કરે, ને આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તની જે શુદ્ધ વાત તથા ભક્તિ પ્રમાણે જે ઉપદેશ તેને માનતો નથી,
4 તો તે ગર્વથી ફુલેલો છે, ને કંઈ જાણતો નથી, પણ તકરાર તથા શબ્દવાળ વિષે મોહિત છે, કે જેઓથી અદેખાઈ, વઢવાડ, દુર્ભાષણો, ભુંડી કલ્પનાઓ,
5 તથા જે માણસ મન વિષે ભ્રષ્ટ થએલા, સત્યરહિત થએલા, સુભક્તિ કમાઈનું એક સાધન છે એવું ધારનારા, તેઓમાં કજીઆ થઇ છે; એવાથી તું દૂર થા.
6 પણ સંતોષસહિતની સુભક્તિ મોટો લાભ છે;
7 કેમકે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી ને તેમાંથી કંઈ લઇ જવાતું નથી.
8 પણ અન્ન વસ્ત્ર છતાં તેઓથી આપણે સંતોષી થઈશું.
9 પણ જે દ્રવ્યવાન થવા ચાહે છે, તેઓ પરીક્ષણમાં તથા ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, જેઓ માણસોને નાશમાં લાલચ કરીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા, ને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા.
11 પણ, ઓ દેવના માણસ, તેઓથી તું નાસ; ને ન્યાયીપણા, સુભક્તિ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા લીનતાની પાછળ ચાલ.
12 વિશ્વાસની સારી લડાઈ લાડ, અનંત જીવન ધર, કે જેને સારૂ તું તેડાએલો છે, ને જેના વિષે તે ઘણા શાહેદીઓની આગળ સારો ઈકરાર કીધો.
13 દેવ જે સઘળાને જીવતા કરે છે તેની આગળ તથ ઇસુ ખ્રીસ્ત જેણે પોંતીઅસ પીલાતની આગળ સારો ઇનકાર કીધો, તેની આગળ હું તને હઠેઠથી કહું છું કે,
14 આપણા પ્રભુ ઇસુ ખ્રીસ્તના પ્રગટ થવા સુધી આ અજ્ઞા ડાઘરહિત તથ્હા દોષરહિત તું પાળ;
15 જે પ્રગટ થવું પોતાના સમયોમાં તે દેખાડશે, કે જે ધન્ય તથા એકલો સ્વામી છે, જે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ છે,
16 જે એકલાને અમરપણું છે, જે અગમ્ય અજવાળામાં રહે છે, જેને માણસોમાંના કોઈએ જોય નથી ને જોઈ શકતો નથી, તેને માન તથા સદાકાળનું પરાક્રમ થાઓ. આમેન.
17 આ કાળના દ્રવ્યવાનોને હઠેઠથી કહે કે, તેઓ અહંકાર ન કરે, ને દ્રવ્યના અસ્થિરપણા પર નહિ, પણ જે દેવ આપણને સુખાનુભવ સારૂ દ્રવ્યરૂપ સર્વ આપે છે તે પર આશા રાખે;
18 કે તેઓ સારૂં કરે, ઉત્તમ કામો વિષે દ્રવ્યવાન થાય, ઉદાર ને પરોપકારી થાય;
19 આવતા કાળને સારૂ પોતાને વાસ્તે પુંજીરૂપી સારો પાયો નાખે, એ માટે કે જે ખરેખરું જીવન ને તેઓ ધરી રાખે.
20 ઓ તીમોથી જે તને સોંપેલું છે તે સંભાળ, ને અધર્મી અમથી વાતોથી તથા જે જુઠાઈથી જ્ઞાન કહેવાય છે તેના વિવાદથી દૂર થા,
21 જે જેને કેટલાએક માનીને વિશ્વાસ વિષે ભૂલ્યા. તારા પર કૃપા થાઓ. આમેન.