2 અને પલિસ્તીઓ દેવનો કોષ લઈને દાગોનના ઘરમાં લાવ્યા, ને તેઓએ દાગોનની પાસે મુક્યો.

3 અને બીજે દિવસે અશ્દોદીઓ માટી સવારે ઉઠ્યા, ત્યારે, જુઓ, યહોવાહના કોષ આગળ દાગોન ભૂમિ પર ઉંધો પડેલો હતો. અને તેઓએ દાગોનને લઈને તેની જગ્યામાં પાછો બેસાડ્યો.

4 અને તેઓ બીજે દિવસે મોટી સવારે ઉઠ્યા, ત્યારે, જુઓ, યહોવાહના કોષ આગળ દાગોન ભૂમિ પર ઉંધો પડેલો હતો; ને દાગોનનું શિર તથા તેની બન્ને હથેળીઓ ઉંબરા ઉપર ભાંગી પડેલા હતા; કેવળ દાગોનનું ધડ તેને રહ્યું હતું.

5 એ માટે દાગોનના યાજક, તથા જે કોઇ દાગોનના ઘરમાં આવે છે , તેઓ આજ સુધી અશ્દોદમાં દાગોનના ઉંબરા ઉપર પગ મુકતા નથી.

6 પણ યહોવાહનો હાથ અશ્દોદીઓ ઉપર ભારે હતો, ને તેણે તેઓનો નાશ કીધો, ને તેઓને, એટલે અશ્દોદ તથા તેની સરહદમાં રહેનારાઓને, ગાંઠિયા રોગથી માર્યા.

7 અને અશ્ડોદના માણસોએ જોયું કે આમ થયું છે, ત્યારે તેઓએ કહ્યું કે, ઇસ્રાએલના દેવનો કોષ આપણી વચ્ચે રખાય નહિ, કેમકે તેનો હાથ આપણા ઉપર ને આપણા દેવ દાગોન ઉપર સખત છે.

8 માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને પોતાની પાસે એકઠા કીધા, ને તેઓને કાહ્યું, ઇસ્રાએલના દેવના કોપનું અમારે કેમ કરવું? ત્યારે તેઓએ ઉત્તર આપ્યો કે, ઇસ્રાએલના દેવનો કોષ અહીંથી ગાથમાં લઇ જાઓ, અને તેઓ ઇસ્રાએલના દેવનો કોષ ત્યાં લઇ ગયા.

9 અને એમ થયું કે, તેઓ તેને ત્યાં લઇ ગયા પછી યહોવાહના હાથે તે નગરની વિરુદ્ધ થઈને તેમાં મોટો સંહાર કીધો; ને તેણે તે નગરના નાનાં મોટાં માણસો પર માર આણ્યો, ને તેઓનાં અંગ પર ગાંઠો ફૂટી નિકળી.

10 તેથી તેઓએ દેવના કોષને એક્રોનમાં મોકલ્યા. અને દેવનો કોષ એક્રોનમાં આવ્યો, ત્યારે એમ થયું કે, એક્રોનીઓએ બૂમ પાડીને કહ્યું કે, તેઓ અમારો તથા અમારા લોકનો સંહાર કરવાને ઇસ્રાએલના દેવનો કોષ અમારી પાસે લાવ્યા છે.

11 માટે તેઓએ માણસ મોકલીને પલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કીધા, ને તેઓએ કહ્યું, ઇસ્રાએલના દેવનો કોષ મોકલી દો, ને તેને પોતાને ઠેકાણે પાછા જવા ડો, કે તે અમારો તથા અમારા લોકનો સંહાર ન કરે; કેમકે સર્વ નગરમાં ભયંકર ઘાણ વળ્યો હતો; દેવનો હાથ ત્યાં ઘણો આક્રો હતો.

12 અને જે માણસો મુઆ નહિ તેઓને ગાંઠો ફુટી નિકળી; ને તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો.