2 અને દાઉદ ઉઠ્યો, ને તે તથા તેની સાથેના છસેં માણસો માઓખના દીકરા તથા ગાથના રાજા આખીશની પાસે જતાં રહ્યા.
3 અને દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, એટલે પ્રત્યેક માણસ પોતાના કુટુંબકબીલા સાથે, અને દાઉદ પણ પોતાની બે સ્ત્રીઓ, એટલે યિઝ્રએલી અહીનોઆમ તથા નાબાલની સ્ત્રી કાર્મેલી અબીગાઈલ તેઓની સાથે રહ્યો.
4 અને શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ ગાથમાં નાસી ગયો છે; ને તેણે ત્યાર પછી ફરી તેની શોધ કીધી નહિ.
5 અને દાઉદે આખીશને કહ્યું કે, જો હવે હું તારી દૃષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મારે રહેવાને વાસ્તે દેશના કોઈએક નગરના મને જગ્યા મળવી જોઈએ; કેમકે તારો ચાકર રાજધાનીમાં તારી સાથે શા માટે રહે?
6 ત્યારે આખીશ તેને તે દિવસે સિક્લાગ આપ્યું; એ માટે સિક્લાગ આજ સુધી યહુદાહના રાજાઓની માલકીનું છે.
7 અને જેટલા દિવસો દાઉદ પલિસ્તીઓના દેશમાં રહ્યો તેટલાની સંખ્યા એક આખું વર્ષ તથા ચાર માંસ જેટલી હતી.
8 અને દાઉદ તથા તેના માણસોએ ચઢાઈ કરીને અશૂરીઓ, ગિર્ઝીઓ તથા અમાલેકીઓ ઉપર હલ્લો કીધો; કેમકે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં શૂરને માર્ગે મિસર દેશ સુધી વસેલા હતા.
9 અને દાઉદે તે દેશ ઉપર મારો ચલાવીને કો પણ પુરૂષને કે સ્ત્રીને જીવતા મુક્યા નહિ, ને ઘેટાં તથા બળદો તથા ગધેડાં તથા ઊંટો તથા વસ્ત્રો હારી લઈને તે આખીશ પાસે પાછો આવ્યો.
10 અને આખીશ કહ્યું કે, યહુદાહના દક્ષિણ પર, તથા યરાહમએલીઓના દક્ષિણ પર, તથા કેનીઓના દક્ષિણ પર.
11 અને દાઉદે પુરૂષોને કે સ્ત્રીઓને ગાથમાં લાવવા સારૂ પણ જીવતાં રાખ્યાં નહિ, કેમકે તેણે કહ્યું કે, રખેને તેઓ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે કે, દાઉદ ફલાણું કીધું, ને જ્યાં સુધી તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તેટલો બધો વખત તે એવીજ વર્તણુક ચકાવતો આવ્યો છે.
12 અને આખીશ દાઉદનું માન્યું, ને કહ્યું કે, તેણે પોતાના ઇસ્રાએલ લોકનો સંપૂર્ણ ધિક્કાર સમ્પાદન કીધો છે; એ માટે તે સદા મારો દાસ થશે.