2 અને માઓનમાં એક માણસ હતો, ને તેની મિલકત કાર્મેલમાં હતી; ને તે માણસ ઘણો મોટો હતો, ને તેની પાસે ત્રણ હજાર ઘેટાં તથા એક હજાર બકરાં હતાં; ને તે હમણાં પોતાના ઘેટાં કાર્મેલમાં કાતરતો હતો.
3 હવે તે માણસનું નામ નાબાલ હતું; ને તેની સ્ત્રીનું નામ અબીગાઈલ; ને સ્ત્રી ઘણી બુદ્ધીવંત તથ્હા સુંદર ચહેરાની હતી; પણ તે માણસ અસભ્ય તથા પોતાના વ્યવહારમાં દુષ્ટ હતો; ને તે કાલેબના કુટુંબનો હતો.
4 અને દાઉદે રાનમાં સાંભળ્યું કે નાબાલ પોતાના ઘેટાં કાતરે છે.
5 અને દાઉદે દસ જુવાન પુરુષોને મોકલ્યા, ને દાઉદે તે જુવાન પુરુષોને કહ્યું કે, તમે કાર્મેલ પર ચઢીને નાબાલ પાસે જઈને તેને મારી સલામ કહેજો;
6 ને તે ભાગ્યશાળી માણસને આ પ્રમાણે કહેજો કે, તારૂં કલ્યાણ તથા તારા ઘરનું કલ્યાણ તથા તારા સર્વસ્વનું કલ્યાણ થાઓ.
7 અને હાલ મેં સાંભળ્યું છે કે તારે ત્યાં કાતરનારાઓ આવેલા છે; તારા ઘેટાંપાળકો તો અમારી સાથે હતા, ને હંમે તેમને કંઈ ઇજા કીધી નહિ, તેમજ જેટલો બધો વખત તેઓ કાર્મેલમાં હતા તે દરમિયાન તેમનું કંઈ ખોવાયું પણ નથી.
8 તારા જુવાનોને પુછે, એટલે તેઓ તને કહેશે; માટે આ જુવાનો તારી દૃષ્ટિમાં કૃપા પામે; કેમકે અમે ખુશાલીને દિવસે આવ્યા છીએ; જે તારે હાથ લાગે તે કૃપા કરીને તારા દાસોને તથા તારા દીકરા દાઉદને આપ.
9 અને દાઉદના જુવાનોએ ત્યાં પહોંચ્યા પછી, એ સર્વ શબ્દોની મતલબ દાઉદને નામે નાબાલને કહી ને પછી છાના રહ્યા.
10 અને નાબલે દાઉદના ચાકરોને ઉત્તર આપીને કહ્યું કે, દાઉદ કોણ છે? ને યિશાઈનો દીકરો કોણ છે? પોતપોતાના ઘણીઓ પાસેથી નાસી જનારા ચાકરો હાલના સમયમાં ઘણા છે.
11 તો શું, હું મારી રોટલી, તથા મારૂં પાણી, તથા મારૂં માંસ જે હું મારા કાતરનારાઓને સારૂ કાપ્યું છે, તે લઈને, જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી, તેઓને આપું?
12 તેથી દાઉદના જુવાનો પાછા વળીને પોતાને રસ્તે પડ્યા, ને પાછા આવીને એ સર્વ શબ્દોનું તાત્પર્ય તેઓને તેને કહ્યું.
13 અને દાઉદે પોતાના માણસોને કહ્યું કે, તમે સર્વે પોતપોતાની તરવાર કમરે બાંધો. અને પ્રત્યેક માણસે પોતપોતાની તરવાર કમરે બાંધી; ને દાઉદે પણ પોતાની તરવાર કમરે બાંધી; ને દાઉદની પાછળ આસરે ચારસેં માણસ ગયા; ને બસેં ઉચાળા પાસે રહ્યા.
14 પણ જુવાનોમાંના એકે નાબાલની સ્ત્રી અબીગાઈલને કહ્યું કે, જો, દાઉદે અમારા શેઠને સલામ કહેવા સારૂ રાનમાંથી હલકારા મોકલ્યા હતા પણ એ તેમની ઉપર ઉતરી પડ્યો.
15 પણ તે માણસો અમારી સાથે ઘણા સારી રીતે વર્ત્યા હતા, ને જયારે અમે સીમમાં રહેતા હતા ત્યારે જ્યાં સુધી અમે તેઓની સાથે વ્યવહાર કીધો ત્યાં સુધી અમને કંઈ ઇજા થઇ નહોતી, તેમ અમારૂં કંઈ ખોવાયું પણ નહોતું;
16 ઘેટાં સાચવતાં જેટલો બધો વખત અમે તેઓની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમજ દિવસે તેઓ અમારા હકમાં કિલ્લારૂપ હતા.
17 તો હવે તારે શું કરવું તે જાણ તથા વિચાર; કેમકે અમારા શેઠની વિરુદ્ધ તથા તેના આખા ઘરની વિરુદ્ધ ખરાબીનો નિશ્ચય કરવામાં આવ્યો છે; કેમકે તે એવો બલીયઆલપુત્ર છે, કે તેની સાથે કોઇ વાત કરી શકે નહિ.
18 ત્યારે અબીગાઈલ જલદીથી બસેં રોટલી તથા દ્રાક્ષરસની બે મસકો, તથા રાંધીને તૈયાર કીધેલા પાંચ ઘેટાં, તથા પાંચ માપ પોંક, તથા દ્રાક્ષની સો લૂમ, તથા અંજીરના બસેં ચકતા લઈને ગધેડા પર લાદ્યા.
19 અને તેણીએ પોતાના જુવાન ચાકરોને કહ્યું કે, તમે મારી આગળ જાઓ, જુઓ, હું તમારી પાછળ આવું છું; પણ તેણીએ પોતાના વાર નાબાલને કંઈ કહ્યું નહિ.
20 અને એમ થયું કે, તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતની ઓથે ઓથે ચાલતી હતી, તે સમયે, જુઓ, દાઉદ તથા તેના માણસો તેની સામે આવતા હતા; ને તેણીને તેમની ભેંટ થઇ.
21 હવે દાઉદે કહ્યું હતું કે, આ માણસની રાનમાંની મિલકત મેં એવી રીતે સંભાળી કે તેના સર્વસ્વમતિ કંઈ પણ ખોવાયું નથી, એ ખચિત ફોગટ ગયું છે; ને તેણે મને સારાનો બદલો ભુંડો આપ્યો છે.
22 જે સર્વ તેનું છે તેમાંથી સવારનું અજવાળું થતા સુધીમાં જો એક નર બાળક સરખુંએ હું રહેવા દઉં, તો એવું ને એથી પણ વધારે દેવ દાઉદના શત્રુઓને કરો.
23 અને અબીગાઈલ દાઉદને જોયો ત્યારે તે જલદીથી પોતાના ગધેડા પરર્થી ઉતરી પડી, ને તેણીએ દાઉદની આગળ સાષ્ટાંગ દંડવત કરીને તથા જમીન સુધી વાંકી વળીને પ્રમાણ કીધા.
24 અને તેણીએ તેની પગે પડીને કહ્યું કે, હે મારા મુરબ્બી, મારે શિરે, હા, મારા શિરે આ અન્યાય ગણાય; ને કૃપા કરીને તારા સેવાકીને તારા સાંભળતા બોલવા દે, ને તારા સેવકીના વચનો સાંભળ.
25 કૃપા કરીને મારા મુરબ્બીએ એ બલીયઆલના માણસ નાબાલને ગણકારવો નહિ; કેમકે જેવું તેનું નામ છે, તેવો તે છે; તેનું નામ નાબાલ છે, ને તેની પાસે મૂર્ખાઈ છે; પણ મારા મુરબ્બીના ચાકરો જેઓને તે મોકલ્યા હતા તેઓને મેં તારી દાસીએ દીઠી નહોતા.
26 માટે હવે, હે મારા મુરબ્બી, હું જીવતા યહોવાહના તથા તારા સમ ખાઈને કહું છું કે, યહોવાહ તને ખૂનના દોષથી, તથા તારે હાથે તારૂં વેર લેવાથી પાછો રાખ્યો છે, માટે હવે તારા શત્રુઓ, તથા મારા મુરબ્બીનું ભુંડું તાકનારાઓ નાબાલ જેવા થાઓ.
27 અને હવે આ ભેટ જે તારી સેવકી મારા મુરબ્બીને સારૂ લાવી છે, તે જે જુવાન પુરુષો મારા મુરબ્બીની તહેનાતમાં છે તેઓને આપવામાં આવે.
28 કૃપા કરી તારી દાસીનો અપરાધ માફ કર; કેમકે નિશ્ચય યહોવાહ મારા મુરબ્બીને સારૂ અવિચળ ઘર બનાવશે; કેમકે મારો મુરબ્બી યહોવાહનો લડાઇ લડે છે; ને તારા સર્વ દિવસોમાં તારા ભુંડાઇ માલમ પડશે નહિ.
29 અને જો કે તારી પાછળ લાગવાને, તથા તારો જીવ શોધવાને માણસ ઉઠ્યો હશે, તો પણ મારા મુરબ્બીના જીવ યહોવાહ તારા દેવની પાસેના જીવનના ભંડારમાં બાંધી રખાશે; પણ તારા શત્રુઓના જીવને તો જેમ ગોફાનના ચાડામાંથી ફેંકી દે તેમ તે ફેંકી દેશે.
30 અને જે સર્વ હિતવચનો યહોવાહ તારા વિષે બોલ્યો છે, તે પ્રમાણે જયારે તેણે મારા મુરબ્બીને કર્યું હશે, ને તને ઇસ્રાએલ ઉપર અધિકારી ઠરાવ્યો હશે, ત્યારે એમ થશે કે,
31 કારણ વગર લોહી વહેવડાવવાનો, કે મારા મુરબ્બીએ પોતાનો વેર વાળવાનો તને ખેદ કે તારા મનને સંતાપ લાગશે નહિ; ને જયારે યહોવાહ મારો મુરબ્બીનું ભલું કરે ત્યારે તારી સેવકીની યાદ કરજે.
32 અને દાઉદે અબીગાઈલને કહ્યું કે, ઇસ્રાએલના દેવ યહોવાહને ધન્ય હો, કે તેણે તને આજ મને મળવાને મોકલી;
33 અને તારી ચતુરાઈને તથા તને પણ ધન્ય હો, કે તે મને આજ ખૂનનું દોષથી તથા પોતાને હાથે પોતાનું વેર વાળવાથી અટકાવ્યો છે.
34 કેમકે ઇસ્રાએલનો જીવતો દેવ યહોવાહ, જેણે તને નુકસાન કરવાથી મને પાછો રાખ્યો છે, તેના સમ ખાઈને કહું છું કે, જો તું ઉતાવળતી આવીને મને મળી ન હોત, તો નિશ્ચય સવારનું અજવાળું થતાં સુધીમાં નાબાલનું એક નર બાળક સરખુએ રહેવા દેવામાં આવત નહિ.
35 પછી, જે તેની તેને સારૂ લાવી હતી તે દાઉદ તેણીના હાથમાંથી લીધું, ને તેણે તેણીને કહ્યું કે, શાંતિએ તારે ઘેર જા, જો, મેં તારી વાણી સાંભળી છે, ને તારી પંડતી ખાતર તે કબૂલમંજૂર છે.
36 અને અબીગાઈલ નાબાલ પાસે આવી; ને જુઓ, તેણે પોતાને ઘેર બાદશાહી જમણ જેવું જમણ કીધું હતું, ને નાબાલનું દિલ ઘણુંજ ખુશ હતું, કેમકે તે ઘણો પિધેલો હતો; માટે સવારના અજવાળા સુધી તેણીએ તેને કંઈ વધારે કે ઓછું કહ્યું નહિ.
37 અને સવારે એમ થયું કે, નાબાલને દ્રાક્ષરસ ઉતર્યા ત્યારે તેની સ્ત્રીએ એ વાતો તેને કહી, ને તેના હોશકોશ ઉડી ગયા, ને તે પત્થર જેવો થઇ ગયો.
38 અને આસરે દસ દિવસ પછી એમ થયું કે યહોવાહ નાબાલને એવો માર માર્યો કે તે મારી ગયો.
39 અને દાઉદે સાંભળ્યું કે, નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું કે, યહોવાહ જેણે નાબાલની પાસેથી મને મહેણાં મારવાનું વેર લીધું છે, ને જેણે પોતાના સેવકને અન્યાયથી અટકાવ્યો છે તેને ધન્ય હોજે; ને યહોવાહે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેનાજ માથા પર નાખ્યું છે. અને દાઉદે અબીગાઈલની સાથે લગ્ન કરવા સારૂ તેની પાસે માણસ મોકલીને તે સંબંધી કહેવડાવ્યું.
40 અને દાઉદના ચાકરોએ કાર્મેલમાં અબીગાઈલ પાસે આવીને કહ્યું કે, તને દાઉદની સાથે લગ્ન કરાવવા સારૂ તેડી જવાને અમે આવ્યા છીએ.
41 અને તે ઉઠી, ને ભૂમિ સુધી વાંકી વળીને નમસ્કાર કીધા, ને કહ્યું કે, જો, તારી દાસી મારા મુરબ્બાના ચાકરોના પગ ધોનારી ચાકરડી તુલ્ય છે.
42 અને અબીગાઈલ ઉતાવળથી ઉઠીને ગધેડા પર સ્વારી કરી, ને તેની પાંચ દાસીઓ પણ તેની સાથે ચાલી; ને તે દાઉદના હલકારાઓની સાથે ગઇ, ને તેની સ્ત્રી થઇ.
43 દાઉદ યિઝ્રએલી અહીનોઆમને પણ પરણ્યો, ને તે બન્ને તેની સ્ત્રીઓ થઇ.
44 હવે શાઉલે પોતાની દીકરી, એટલે દાઉદની વહુ મીખાલને, ગાલ્લીમવાળા લાઈશના દીકરા પાલ્ટીને દીધી હતી.