1 અને ઇસ્રાએલના જ્યેષ્ઠ પુત્ર રેઉબેનના પુત્રો, કેમકે તે જ્યેષ્ઠ હતો; પરંતુ તેણે પોતાના બાપનો પલંગ અશુદ્ધ કર્યાને લીધે તેનો જ્યેષ્ઠપણાનો હક ઇસ્રાએલના પુત્ર યુસફના પુત્રોને અપાયો; ને વંશાવળી જ્યેષ્ઠપણાના હક પ્રમાણે ગણવાની નથી.
2 કેમકે યહુદાહ પોતાના ભાઈઓ કરતાં પરાક્રમી થયો, ને તેના વંશમાં અધિકારી પ્રગટ થયો; પણ જ્યેષ્ઠપણાનો હક યુસફને મળ્યો હતો;
3 ઇસ્રાએલના જ્યેષ્ઠ પુત્ર રેઉબેનના પુત્રો; હનોખ તથા પાલ્લુ, હેસ્રોન તથા કાર્મી.
4 યોએલના પુત્રો; તેનો પુત્ર શમાયાહ, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઇ;
5 તેનો પુત્ર મીખાહ, તેનો પુત્ર રઆયાહ, તેનો પુત્ર બઆલ;
6 તેનો પુત્ર બએરાહ, જેને આશ્શુરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસર બંદીવાન કરીને લઇ ગયો, તે રેઉબેનીઓનો અધિકારી હતો
7 અને તેઓની પેઢીઓની વંશાવળી ગણાઇ, ત્યારે તેઓનાં કુટુંબો પ્રમાણે તેના ભીઓ આ હતા; એટલે યેઇએલ મુખ્ય, તથા ઝખાર્યાહ,
8 ને યોએલના પુત્ર શેમાના પુત્ર આઝાઝનો પુત્ર બેલા, જેઓ અરોએરમાં ઠેઠ નબો તથા બઆલ-મેઓન લગી રહેતા હતા;
9 ને પૂર્વ ગમ ફ્રાત નદીથી અરણ્યની સરહદ લગી તેમની વસ્તી હતી; કેમકે ગિલઆદ દેશમાં તેઓના પશુનો વિસ્તાર વધ્યો હતો.
10 અને શાઉલના દિવસોમાં તેઓએ હાગ્રીઓની સાથે વિગ્રહ કીધો, કે જેઓ તેઓના હાથથી માર્યા ગયા, ને તેઓ ગિલઆદની પૂર્વ બાજૂના સઘળા પ્રદેશમાં પોતાના તંબુઓમાં વસ્યા.
11 અને ગાદના પુત્રો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખાહ લગી વસતા હતા;
12 યોએલ મુખ્ય, તથા બીજો શાફામ, તથા યાનાઈ તથા શાફાટ બાશાનમાં વસતા હતા;
13 ને તેઓના બાપોનાં ઘરોના તેઓના ભાઈઓ મીખાએલ તથા મશુલ્લામ તાતા શેબા તથા યોરાય તથા યાકાન તથા ઝીઆ તથા એબેર, એ સાત હતા.
14 એઓ બૂઝના પુત્ર યાહદોના પુત્ર યશીશાયના પુત્ર મીખાએલના પુત્ર ગિલઆદના પુત્ર યારોઆહના પુત્ર હરીના પુત્ર અબીહાઈલના પુત્રો હતા;
15 ગૂનીના પુત્ર આબ્દીએલનો પુત્ર અહી, તેઓના બાપોના ઘરના મુખ્યો હતા.
16 અને તેઓ બાશાનમાંના ગિલઆદમાં, તથા તેના કસ્બાઓમાં, તથા શારોનનાં સઘળાં પાદરોમાં તેઓની સરહદ સુધી વસતા હતા.
17 યહુદાહના રાજા યોથામના દિવસોમાં તથા ઇસ્રાએલના રાજા યારોબઆમના દિવસોમાં એઓ સર્વ વંશાવળી પ્રમાણે ગણાયા હતા.
18 રેઉબેનના પુત્રો, તથા ગાદીઓ, તથા મનાશ્શેહનું અર્ધું કુળ, તેઓમાં ઢાલ તથા તરવાર બાંધી શકે એવા તથા ધનુર્વિદ્યા જાણનારા તથા યુદ્ધકુશળ શૂર પુરુષો જે યુદ્ધે ચઢી શકે એવા હતા તેઓ ચુમ્માળીસ હજાર સાતસે ને સાઠ હતા.
19 અને તેઓએ હાગ્રીઓની, યટૂરની તથા નાફીશની તથા નોદાબની સાથે યુદ્ધ કીધું
20 અને એઓની વિરુદ્ધ તેઓને સાહ્ય મળી, ને હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા તેઓ તેઓના હાથમાં અપાયા; કેમકે તેઓએ યુદ્ધમાં દેવની વિનંતી કીધી, ને તેણે તેઓની વિનંતી માન્ય કરી; કારણ કે તેઓ તેના પર ભરોસો રાખતાં હતા.
21 અને તેઓ એઓનાં ઢોર, એટલે પચાસ હજાર ઉંટ તથા બે લાખ ને પચાસ હજાર ઘેટાં તથા બે હજાર ગધેડાં, એક લાખ માણસો સુદ્ધાં લઇ ગયા.
22 કેમકે ત્યાં ઘણા કતલ થઇ પડ્યા, કેમકે તે યુદ્ધ ઈશ્વરનું હતું; ને તેઓ એઓની જગ્યાએ ગુલામગીરી આવતાં લગી વસ્યા.
23 અને મનાશ્શેહના અર્ધા કુળના વંશજો દેશમાં રહ્યા; તેઓ બાશાનથી વધીને બઆલ-હેર્મોન તથા સનીર તથા હેર્મોન પર્વત લગી પહોંચ્યા.
24 અને પોતાના બાપોનાં ઘરોના મુખ્યો આ હતા, એટલે એફેર તથા યિશઈ તથા અલીએલ તથા આઝ્રીએલ તથા યિર્મેયાહ તથા હોદાવ્યાહ તથા યાહદીએલ, એ પરાક્રમી શૂરવીરો તથા નામાંકિત પુરૂષો પોતાના બાપોનાં ઘરનાં મુખ્યો હતા.
25 અને તેઓએ પોતાના બાપોનાં દેવની વિરુદ્ધ ઉલ્લંઘન કીધું, ને તેઓની આગળથી દેશના લોકોનો વિનાશ દેવે કર્યો હતો તેઓના દેવોની પાછળ તેઓ વંઠી ગયા.
26 અને ઇસ્રાએલના દેવે આશ્શૂરના રાજા પૂલનું મન તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું મન ઉસ્કેર્યું, ને તે તેઓને, એટલે રેઉબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્શેહના અર્ધા કુળને, પકડી લઇ ગયો, ને તેઓને હલાહ તથા હાબોર તથા હારામાં તથા ગોઝાન નદીને કાંઠે લાવી આજ લગી વસાવ્યા.